સુરત:છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરત જિલ્લામાં સતત (murder case In Surat) ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને લૂંટ,ચોરી, હત્યાની ઘટનાને ગુનેગારો બેખૌફ રીતે અંજામ આપી રહ્યા છે, ત્યારે કામરેજ તાલુકામા પાસોદરા પાટિયા નજીક એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપી યુવતીને મોતને ઘાટ ઉતારી (man cut womans throat in public ) દીધી હતી, ત્યારે હાલ યુવકનો મોતને ઘાટ ઉતારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં યુવતી પોતાનો જીવ બચાવવા આજીજી કરી રહી છે પણ પથ્થર દિલના યુવકે એક વાત યુવતીની માની નહિ અને યુવતીની હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચો:Ahmedabad rape case: સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરતા 3 નબીરા ઝડપાયા
યુવક છેલ્લા કેટલાક દિવસથી મૃતક યુવતીનો પીછો કરી રહ્યો હતો
મળતી માહિતી મુજબ, યુવક છેલ્લા કેટલાક દિવસથી મૃતક યુવતીનો પીછો કરી રહ્યો હતો અને યુવતીને હેરાન કરી રહ્યો હતો, ત્યારે યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો, ત્યારે યુવકે આજે યુવતીના ઘરે જઈને હંગામો મચાવ્યો હતો અને યુવતીના મોટા પિતા પર ચપ્પુથી હુમલો કર્યો હતો અને યુવતી વચ્ચે આવતા યુવકે યુવતી પર ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી દીધી હતી. યુવતીનો ભાઈ છોડવવા વચ્ચે પડતા તેના પર પણ હુમલો કરી ઘાયલ કરી દીધો હતો. બાદમાં યુવતીના ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચો:Kheda Mahudha murder case: બેવડી હત્યા કરનાર આરોપીને નડિયાદ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારી
હત્યારાએ પોલીસથી બચવા ઝેર ખાધું
ઘટનાની જાણ પોલીસને થતા પોલિસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. વિફરેલા હત્યારાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસથી બચવા યૂવકે ઝેર ખાઈ લીધું હતું અને હાથની નસ કાપી લીધી હતી. પોલીસે હત્યારાની ધરપકડ કરી એને સારવાર માટે ખસેડયો હતો અને આગળની વધુ તજવીજ હાથ ધરી હતી ત્યારે હાલ આ ઘટનાથી સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી ગયો છે.