અમદાવાદ: શિક્ષણની આડમાં પોતાની વિકૃતિ સંતોષતા વધુ એક હવસખોર શિક્ષકના કરતુતો(Lustful teacher molests students) સામે આવ્યા છે. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વધુ એક લંપટ શિક્ષક ઝડપાયો છે. સરખેજની એક સોસાયટીમાં ઘરે ટ્યુશન માટે આવતી વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર આલોકકુમાર સિંઘ નામના 40 વર્ષીય શિક્ષકની ધરપકડ કરાઈ છે. અત્યારસુધી બે વિદ્યાર્થીનીઓ ભોગ બની હોવાનું સામે આવ્યું છે. (Two female students were victims of molestation)
અમદાવાદ માંથી વધુ એક લપંટ શિક્ષક ઝડપાયો, વિદ્યાર્થીનીઓની કરતો હતો છેડતી - વિદ્યાર્થીનીને એકલી બોલાવીને છેડતી
સરખેજમાં ટ્યુશન માટે ઘરે આવતી વિદ્યાર્થીની છેડતી કરનાર શિક્ષકની(Lustful teacher molests students) ધરપકડ કરાઈ છે. પોલીસ તપાસમાં અત્યાર સુધી બે વિદ્યાર્થીનીઓ છેડતીનો ભોગ(Two female students were victims of molestation) બની હોવાનું સામે આવ્યું છે. પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી અન્ય કોઇ વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારની હરકત કરી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થીનીને એકલી બોલાવીને છેડતી: આરોપી મૂળ બેંગ્લોરનો રહેવાસી છે અને MBA નો અભ્યાસ કર્યો છે. સરખેજની એક હાઇપ્રોફાઇલ ટાઉનશીપમાં તે વર્ષ 2018થી ઘરેથી જ ટ્યુશન ચલાવે છે. હાઇપ્રોફાઇલ શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ અહીં ટ્યુશન માટે આવતી હતી. આ શિક્ષક તેની દીકરીની ઉમરની વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતો અને શારિરીક છેડતી કરતો હતો. સાથે જ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી વિદ્યાર્થીનીને રવિવારે એકલી બોલાવતો અને બાદમાં છેડતી કરતો. આલોકકુમાર સિંઘ નામના 40 વર્ષીય આરોપીએ અત્યાર સુધી જે વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારની અશ્લીલ હરકત કરી તે બંને વિદ્યાર્થીનીઓ ગભરાઇ ગઇ હતી. જેથી તેઓએ તેમના વાલીઓને આ હકીકત જણાવી હતી. બાદમાં બંને વિદ્યાર્થીનીઓના પરિવાર વચ્ચે વાત થયા બાદ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી આ મામલે વધુ પુછપરછ હાથ ધરી છે.
લંપટ શિક્ષકની ધરપકડ: હાલ સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. અત્યારે ભોગ બનેલી બે વિદ્યાર્થીનીઓ સામે આવી છે. પણ આ લંપટ શિક્ષકે વધુ કોઇ વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારની હરકત કરી છે કે કેમ તે બાબતને લઇને પણ તપાસ શરૂ કરી છે. વધુ કોઇ વિદ્યાર્થીનીઓ આ શિક્ષકની હવસનો ભોગ ન બને એ માટે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ દાખલો બેસાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.