ગુજરાત

gujarat

ETV Bharat / crime

સંબંધો સામે સવાલ, પુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને 20 વર્ષની કેદ - પુત્રી ઉપર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર પિતા

સુરત (surat rape case)શહેરના ભટાર વિસ્તારમાં પુત્રી ઉપર દુષ્કર્મ કરી(father raped his stepdaughter) ગર્ભવતી બનાવનાર પિતાને કોર્ટએ 20 વર્ષની સખત કેદ ની સજા સંભળાવી છે. તે ઉપરાંત કોર્ટ દ્વારા ત્રણ લાખ વળતર આપવાના પણ આદેશ કરવામાં આવ્યો છે.

પુત્રી ઉપર દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર પિતાને 20 વર્ષની કેદ
પુત્રી ઉપર દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર પિતાને 20 વર્ષની કેદ

By

Published : Sep 25, 2022, 5:40 PM IST

સુરત: શહેરના(surat rape case) ભટાર વિસ્તારમાં પુત્રી ઉપર દુષ્કર્મકરી ગર્ભવતી બનાવનાર પિતાને કોર્ટએ 20 વર્ષની સખત કેદ ની સજા સંભળાવી છે.(father raped his stepdaughter) આ સમગ્ર ઘટનાક્રમ એક વર્ષ સુધી ચાલ્યો હતો. જેથી પીડિતા ગર્ભવતી બની હતી.આ સમગ્ર મામલે કોર્ટમાં પીડિતા જુબાની, પીડીતા અને પિતાનું DNA ટેસ્ટ તે ઉપરાંત, અન્ય આ એવીડન્સના આધારે આરોપી ને સજા આપવામાં આવી છે.

15 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કર્યો:આ સમગ્ર કેસમાં શહેરના વિસ્તારમાં રહેતો આરોપી ધર્મેન્દ્ર રાયએ ફરિયાદી પત્ની સાથે 2020 માં લગ્ન કર્યા હતા. પત્નીને ત્રણ સંતાનો છે. એમાં બે છોકરી અને એક છોકરો છે. દીકરીની ઉમર 15 વર્ષની છે. આરોપીએ ફરિયાદી પત્ની જોડે લગ્ન કર્યા બાદ એક મહિના સુધી સાથે રહ્યો હતો. ત્યારબાદ કોઈ કારણસર અલગ રહેવા લાગ્યો હતો. ફરિયાદી પત્નીની મોટી દીકરી સગર્ભા હતી. આથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે તે સમયે પત્ની હોસ્પિટલમાં હતી અને નાની દીકરી ઘરમાં જ એકલી રહેતી હતી. પત્ની હોસ્પિટલ ગયાબાદ આરોપી દારૂ નો નશામાં ઘરે આવી નાના ભાઈ ને મારવાની ધમકી આપી પોતાની 15 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કર્યો હતો.આ સમગ્ર ઘટનાક્રમ એક વર્ષ સુધી ચાલ્યો હતો જેથી પીડિતા ગર્ભવતી બની હતી.

પિતાની તમામ હરકતો વિશે જાણકારી આપી:આ સમગ્ર ઘટનામાં પીડિતા ગર્ભવતી બની હતી, આ સમયે તે કાયમ ઉદાસ રહેતી હતી. માતા દ્નારા પુછવામા આવતા, ત્યારે દીકરીએ માતાને આરોપી પિતાની તમામ હરકતો વિશે જાણકારી આપી હતી.(father raped his stepdaughter and made pregnant) ત્યારબાદ ફરિયાદી પત્નીએ આ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખટોદરા પોલીસ દ્વારા મામલાને ગંભીરતાથી લઈ આ અંગે તપાસ કરતા આરોપી ધર્મેન્દ્ર રાયની ધરપકડ કરી હતી.

20 વર્ષની સખત સજા:આ કેસમાં પોલીસે મેડિકલ એવિડન્સમાં કિશોરીનો DNA અને આરોપી નો DNAએ ટેસ્ટ કરાવ્યું હતું, ત્યારે સમગ્ર સત્ય સામે આવતા જ આરોપી ઉપર દુષ્કર્મ ની કલમ લગાવી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટ દ્વારા આ મામલે આરોપી ધર્મેન્દ્ર રાય ને 20 વર્ષની સખત સજા સંભળાવી હતી, તે ઉપરાંત કોર્ટ દ્વારા 3 લાખ વળતર આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details