અમદાવાદ: 21 ડિસેમ્બરના રોજ બપોરે SG હાઇવે પરથી જીરાના વેપારી (Kidnapping Of Trader In Ahmedabad) ભરત પટેલ અને તેમના પાર્ટનર પાર્થ પટેલનુ અપહરણ થતાં શહેરભરની પોલીસ દોડતી થઇ હતી. પોલીસ તપાસમાં ભરતના પુત્રએ માહિતી આપી કે, અમદાવાદમાં વેપારીને જીરાનો (kidnapping of Cumin trader in unza) માલ આપવાના બહાને બોલાવવામાં આવ્યા, અને ત્યાંથી ગાડીમાં અપહરણ કરી (Kidnapping of trader in gujarat) રાજકોટ જામનગર તરફ લઈ જવામાં આવ્યા, સાથે જ પોલીસે ગાડીના નંબર અને CCTVના આધારે તપાસ કરતાં જાવેદ સુમરા અને નદીમ સુમરાની રાજકોટ પોલીસની મદદથી ધરપકડ (accused of kidnapping arrested) કરવામાં આવી છે.
અપહરણનું માસ્ટરમાઈન્ડ પ્રભુલાલ ભેસદડિયા છે
જાવેદ સુમરા અને નદીમ સુમરાની અપહરણના ગુનામાં ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા સામે આવ્યું કે, અપહરણનું માસ્ટરમાઈન્ડ પ્રભુલાલ ભેસદડિયા છે, જેણે ભરત પટેલ અને પાર્થ પટેલને વેપારના બહાને અમદાવાદ બોલાવ્યા (Cumin traders abducted from ahmedabad) હતા, અને તેમનું અપહરણ કરાવ્યું હતું, જે અંગે પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, અગાઉ સાળા ભરત પટેલ અને બનેવી પ્રભુલાલ એક સાથે જીરાનો વેપાર કરતા હતા, જે હિસાબના રૂપિયા 25 લાખ પ્રભુભાઈને લેવાના હતા, તે બાબતે આ અપહરણ કરવામા આવ્યુ હતુ.
અપહરણ કરનારની ધરપકડ કરવામા આવી