ગુજરાત

gujarat

ETV Bharat / crime

ઓનલાઇન ગેમ રમતા ફૂટબોલ રસિકો સાવધાન, નહીં તો થઈ શકો છો પાયમાલ - ઓનલાઇન ગેમ

યુવાને ઓનલાઈન ફૂટબોલ રમવાની લાલચે બે લાખ કરતા વધુ રકમની સાયબર માફિયાઓ દ્વારા ઉઠાતરી કરી લેવાની ચોકાવનારી ઘટના સામે આવી(Junagadh cyber crime froud fifa socar World Cup) છે. બે લાખ કરતા વધુના રોકડની ઉઠાતરી ઓનલાઇન કરી દેવામાં આવી જેની પોલીસ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કરાઈ(cyber crime froud) છે. જેને કારણે લઈને સાયબર ક્રાઇમ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

junagadh-cyber-crime-fraud-fifa-soccar-world-cup
junagadh-cyber-crime-fraud-fifa-soccar-world-cup

By

Published : Dec 17, 2022, 9:15 PM IST

જૂનાગઢ: યુવાને ઓનલાઈન ફૂટબોલ રમવાની લાલચે બે લાખ કરતા વધુ રકમની સાયબર માફિયાઓ દ્વારા ઉઠાતરી કરી લેવાની ચોકાવનારી ઘટના સામે આવી(Junagadh cyber crime froud fifa socar World Cup) છે. જુનાગઢના હાઉસિંગ બોર્ડમાં રહેતા શિવમ ગોંડલીયા નામના યુવાને મોબાઇલમાં ઓનલાઇન ફૂટબોલ રમતી વખતે પૈસા કમાવવાની લાલચમાં બે લાખ કરતા વધુની રકમ ગુમાવી છે. શિવમ ગોંડલીયા ઓનલાઇન માફિયાઓનો શિકાર બન્યો હોવાનો અહેસાસ થતાં તેણે જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી(cyber crime froud) છે.

ઓનલાઇન ફૂટબોલ રમતા શોખીનો સાવધાન લાખો રૂપિયાનું થઈ શકે છે નુકસાન:હાલ સમગ્ર વિશ્વમાં ફીફા ફૂટબોલ વિશ્વ કપની ચમક દમક ચાલી રહી છે તેની વચ્ચે જૂનાગઢના હાઉસિંગ બોર્ડમાં રહેતા શિવમ ગોંડલીયા નામના યુવાને ઓનલાઈન ફૂટબોલ ગેમ રમતા સાયબર માફિયાઓ દ્વારા તેના બેંક ખાતામાંથી ₹2,01,500 રૂપિયાની ઓનલાઇન ઉઠાતરી કરીને સાયબર ચીટીંગનો ભોગ બનાવ્યો છે. સમગ્ર મામલાની જાણ થતા ફરિયાદી શિવમ ગોંડલીયા દ્વારા જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં રહેતો શિવમ ગોંડલીયા તેના મહેસાણાના મિત્ર મારફતે ફૂટબોલની ઓનલાઈન ગેમને લઈને માહિતગાર થયો હતો અને play store માંથી દાની દાતા સ્પોટ ડેટા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓનલાઈન ફૂટબોલ ની ગેમ રમતો હતો.

આ પણ વાંચો:સાયબર ફ્રોડથી કંટાળીને યુવકે કર્યો આપઘાત, લોટરીમાં કારની લાલચ આપી 1.40 લાખ રૂપિયાની છેતરપિંડી

પૈસા ઉઠાતરી થયા બાદ ગેમ અને એપ્લિકેશન થયા બંધ: Play store માંથી ડાઉનલોડ કરેલી ડાની ડાટા સ્પોટ ડેટા નામની એપ્લિકેશનમાં ફૂટબોલના સ્કોરને અનુમાનને લઈને પૈસાનું રોકાણ કરવાની શરતો હતી જેમાં 3.33 પૈસાના રોકાણની સામે 0.75 પૈસા મળતા હતા. આ યોજના અંતર્ગત રોકાણ કરેલા પૈસા પરત આપવાની લોભામણી અને લલચામણી જાહેરાતો કરાઈ હતી. આ યોજનામાં ઓનલાઈન રમતા કોઈપણ વ્યક્તિએ પૈસા ગુમાવવાની જરા પણ શક્યતાઓ હોતી નથી. તેવો દાવો કરાયો હતો જેથી શિવમ ગોંડલીયાએ અલગ અલગ રીતે 02લાખ 1,500 ફૂટબોલની મેચ રમતી વખતે એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ એપ્લિકેશન બંધ થઈ જતા ગેમનું પેજ પણ અદ્રશ્ય થયું અને ખાતામાંથી બે લાખ કરતા વધુના રોકડની ઉઠાતરી ઓનલાઇન કરી દેવામાં આવી જેની પોલીસ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કરાઈ છે. જેને કારણે લઈને સાયબર ક્રાઇમ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો:ઓનલાઈન છેતરપિંડી, ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જારી કરી

અનેક વખત લોકો ઓનલાઈન વ્યવહારમાં છેતરપિંડીનો બન્યા ભોગ:ઓનલાઈન વ્યવહારમાં અનેક લોકો અત્યાર સુધી છેતરપિંડીનો ભોગ બન્યા(Fraud in online transactions) છે તેમ છતાં લોકો આજે પણ વધુ પૈસા કમાવવાની લાલચમાં પોતાની મરણ મુડી પણ ગુમાવી દેતા હોય છે તેનો તાજેતરનો દાખલો જૂનાગઢનો શિવમ ગોંડલીયા બન્યો છે. અનેક વખત આવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે પરંતુ ઓનલાઇન સાયબર માફીઆઓ લોકોને નતનવી રીતે લલચાવીને સાયબર ક્રાઇમ કરવામાં સફળ રહે છે. કેટલાક લોકો સાઈબર ક્રાઈમમાં ગુમાવેલા રૂપિયા પરત મેળવવામાં સફળ રહે છે પરંતુ મોટાભાગના લોકો પોતાની મરણ મૂડી ગુમાવી દેતા હોય છે. તેમ છતાં સાયબર ક્રાઇમ માફિયાઓ દ્વારા બિછાવવામાં આવેલી જાળમાં આજે પણ ફસાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details