જૂનાગઢમાં બે યુવાનો કારમાં ચોરખાનું બનાવીને પરપ્રાંતીય દારૂ લઇ જતાં ઝડપાયા જૂનાગઢ:આધુનિક સમયમાં અવનવા કીમિયાઓનો દબદબો જોવા મળે છે. આ કીમિયો સારા કામ પૂરતા હોય તો તેને સૌ સ્વીકારે છે પરંતુ વેરાવળમાં નશાની હેરાફેરી કરતા કિમીયાનો પોલીસે પર્દાફાસ કર્યો છે. બે યુવાનો કારમાં ચોરખાનું બનાવીને પરપ્રાંતી દારૂ લઇ જતા હતા જેને વેરાવળ પોલીસ પકડી પાડ્યા છે.
પરપ્રાંતીય દારૂ લઈ જવા માટે નાયાબ કીમિયો:પોરબંદર અને ઉનાના બે યુવાનો તેમની કારમાં કોઈને પણ શંકા ન ઉપજે તે રીતે ચોરખાનું બનાવીને તેમાં પરપ્રાંતિય દારૂની અલગ અલગ 80 કરતાં વધુ બોટલો લઈ જતા હતા. સોમનાથ પોલીસે પૂર્વ બાતમીને આધારે સોમનાથ નજીક હિરણ નદીના પુલ પરથી બંને યુવાનને કારમાં છુપાવેલા દારૂ સાથે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કારમાંથી જપ્ત કરેલા પરપ્રાંતીય દારૂની બજાર કિંમત 33 હજારની આસપાસ છે.
આ પણ વાંચો:Beware of usurer: વ્યાજખોરથી કંટાળી યુવકે સાબરમતીમાં કૂદીને આપઘાતનો કર્યો પ્રયાસ, પોલીસે બે વ્યાજખોર ઝડપ્યા
અગાઉ પણ પર પ્રાંતીય દારૂની હેરાફેરી: થોડા દિવસ પૂર્વે ગીર-સોમનાથ જિલ્લાની હદમાંથી બટાકાની આડમાં છુપાવીને લઈ જવામાં આવતો પરપ્રાંતિય દારૂનો ખૂબ મોટો જથ્થો પકડાયો હતો. કોડીનાર અને ઉના નજીકથી પણ ભંગાર કાપેલા લીલા નાળિયેર અને કચરાની આડમાં દીવ માંથી પરપ્રાંતિય દારૂની બોટલ બહાર કાઢવાના કિસ્સા સામે આવ્યા હતા. થોડા દિવસ પૂર્વે બે યુવાન અને યુવતી બટાકા પૌવાની નીચે દારૂની બોટલ છુપાવીને દીવની બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને પકડી પાડ્યા હતા ત્યારે આજે કારમાં ખૂબ જ સફળત પૂર્વક અને પ્રથમ નજરે કોઇ પણ વ્યક્તિને શંકા ન જાય તે રીતે ચોરખાના બનાવીને દારૂને સોમનાથ સુધી પહોંચાડવામાં યુવાનો સફળ રહ્યા હતા. પરંતુ નદીના પુલ પર આ બંને યુવાનોનો કીમિયો પોલીસની નજરમાં ઉજાગર થયો અને ખૂબ જ સફળતાપૂર્વક લઈ જવાતો પરપ્રાંતીય દારૂ વેરાવળ પોલીસે પકડી પાડયો છે.
આ પણ વાંચો:Vadodara Crime : વડોદરામાં શાળામાંથી 17 વર્ષની વિદ્યાર્થિની ગુમ, અપહરણની શંકાથી પોલીસ પાલીતાણા પહોંચી
ચેકપોસ્ટ બંધ થઇ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે બુટલેગરો: રૂપાણી સરકારમાં દીવને જોડતી તડ અને ઉના ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દીવમાંથી બહાર નીકળતી કોઈપણ વ્યક્તિ કે વાહનને દીવ પોલીસ તપાસ કરે છે પરંતુ દીવમાં દારૂબંધી નહીં હોવાને કારણે ખૂબ આકરી તપાસ થતી નથી. પરંતુ ગુજરાતની સરહદમાં આવેલ કોઈપણ વ્યક્તિ કે વાહનને તપાસવા માટેની વ્યવસ્થા રૂપાણી સરકારમાં જોવા મળતી હતી તે આજે બંધ થયેલી જોવા મળે છે. ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય પણ રૂપાણી સરકારે કર્યો છે ત્યારે ચેકપોસ્ટ બંધ થતા દીવમાંથી દારૂ લાવીને ગુજરાતના અન્ય શહેરોમાં ઘુસાડવાના કિમીયાઓ બુટલેગરો અજમાવી રહ્યા છે. ઘણા ખરા કિસ્સામાં પોલીસ ને દારૂ પકડી પાડવામાં સફળતા મળે છે પરંતુ ચોક્કસપણે કહી શકાય કે ઘણા ખરા બુટલેગરો અને નશાખોર વ્યક્તિઓ દારૂને સફળતાપૂર્વક તેમના નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં પણ સફળ થતા હશે