ગુજરાત

gujarat

ETV Bharat / crime

1400 કરોડની કિંમતના હેરોઇન સાથે 6 ઈરાની ક્રુ મેમ્બર જામનગરમાં ઝડપાયા - 6 Iranian crew members

જામનગરમાં ફરી વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં આ વખતે 1400 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો (Jamnagar crores of drugs seized) ઝડપાયો હોવાની માહિતી મળી રહી છે. જેને લઇને નેવી ઇન્ટેલિજન્સને વધુ એક મોટી સફળતા મળી છે. ડ્રગ્સના જથ્થા સાથે 6 ઈરાની ક્રૂ મેમ્બરોને (6 Iranian crew members) ઝડપી પાડવામાં આવ્યા છે.

જામનગર: 200 KG હેરોઇન સાથે 6 ઈરાની ક્રુ મેમ્બર ઝડપાયા
જામનગર: 200 KG હેરોઇન સાથે 6 ઈરાની ક્રુ મેમ્બર ઝડપાયા

By

Published : Oct 6, 2022, 7:31 PM IST

જામનગર:ડ્રગ્સની હેરાફેરી (Jamnagar crores of drugs seized) મામલે નેવી ઇન્ટેલિજન્સને વધુ એક મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાંથી 1400 કરોડની કિંમતનો ડ્રગ્સનોજથ્થો ઝડપાયો હોવાની જાણકારી મળી રહી છે. નેવી ઇન્ટેલિજન્સના ઇનપુટના આધારે જથ્થો 200 કિલો હેરોઇન (Jamnagar heroin drugs case) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

કૌભાંડનો પર્દાફાશએક બોટમાંથી ડ્રગ્સના જથ્થા સાથે 6 ઈરાની ક્રૂ મેમ્બરોને (6 Arabian arrested in jamnagar drugs case) ઝડપી પાડવામાં આવ્યા છે. 1,400 કરોડનો ડ્રગ્સનો જથ્થો સહિત આરોપી અને મુદ્દામાલને કોચી બંદર (Cochin Port drugs seized) ખાતે લઈ જવાયા છે. આંતરરાષ્ટ્રીયદરિયામાં ડ્રગ્સના કાળા કારોબારના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ડ્રગ્સ માફિયાઓની હેરાફેરીબે દિવસ અગાઉ જામનગરના શરૂ સેક્શન રોડ પર એક ઇસમ 6 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયો હતો તો આજે વધુ એક ડ્રગ્સ રેકર્ડનો પર્દાફાશ થયો છે. ખાસ કરીને ઈરાન તેમજ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ દરિયા કિનારેથી ભારતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે

ABOUT THE AUTHOR

...view details