ગુજરાત

gujarat

ETV Bharat / crime

એકતરફી પ્રેમમાં પાગલ યુવક સૂઈ રહેલી યુવતી પર એસિડ ફેંકીને ફરાર - Love story

એકતરફ પ્રેમમાં યુવકે ખાટલા પર સૂતેલી યુવતી પર એસિડ ફેંક્યું હતું. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. યુવતીને ગંભીર હાલતમાં સુલતાનપુર જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પોલીસે આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે.

સુલ્તાનપુર જિલ્લામાં એકતરફા પ્રેમમાં યુવતી પર એસિડ ફેક્યું
સુલ્તાનપુર જિલ્લામાં એકતરફા પ્રેમમાં યુવતી પર એસિડ ફેક્યું

By

Published : Nov 4, 2021, 9:23 AM IST

  • એક તરફા પ્રેમમાં યુવકે યુવતી પર એસિડ ફેક્યું
  • યુવકે યુવતી પર એસિડ ફેકી ફરાર
  • પોલિસ યુવકને પકડવા ટીમ બનાવી

સુલ્તાનપુરઃ એકતરફી પ્રેમમાં યુવકે ખાટલા પર સૂતેલી યુવતી પર એસિડ ફેંક્યું હતું. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. યુવતીને ગંભીર હાલતમાં સુલતાનપુર જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પોલીસે આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે.

આ મામલો સુલતાનપુર જિલ્લાના કાદીપુર કોતવાલી વિસ્તારના ભૂપતિપુર ગામનો છે. પવન ગૌતમ (ઉં.વ. 20) એક 18 વર્ષીય યુવતીના એકતરફી પ્રેમમાં હતો. બુધવારે મોડી રાત્રે પવને ખાટલા પરસૂતેલી યુવતી પર એસિડ ફેંક્યું હતું. જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જ્યારબાદ તેણીને સારવાર માટે નજીકના CHCમાં લઈ જવામાં આવી હતી.

બાળકીને સારવાર માટે સુલતાનપુર જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી

યુવતી પર એસિડ ફેંકીને ફરાર થયેલા પાગલ પ્રેમીને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. કાદીપુરના સર્કલ ઓફિસર ડૉ. કૃષ્ણકાંત સરોજનું જણાવ્યું કે, યુવતીને સારવાર માટે સુલતાનપુર જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.એક તરફા પ્રેમના કારણે યુવકે એસિડ ફેંકીને આ ઘટનાને અંજામ આપ્યો છે. તેની શોધ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

આ અંગે પોલીસ અધિક્ષક ડો.વિપિન મિશ્રાએ જણાવ્યું કે,એકયુવક યુવતી પર જ્વલનશીલ પદાર્થ ફેંકીને ફરાર થઈ ગયો છે. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધની વાત કરવામાં આવી રહી છે. લગ્ન કરવાની ના પાડતા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે ટીમ બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ બાળક દત્તક લેવા કરવી પડે છે આ પ્રક્રિયા, લાગશે એટલો સમય...

આ પણ વાંચોઃ પ્રેમિકાને મળવા માટે રોજ સાઈકલ પર 17 કિલોમીટર દૂર જતા પ્રેમીને આખરે મળી મંઝિલ, જાણો પ્રેમી પંખીડાઓની અદ્ભુદ કહાણી

ABOUT THE AUTHOR

...view details