જલગાંવઃરક્ષાબંધનના બીજા દિવસે એક ભાઈએ બહેનની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં આ રાક્ષસી માનસ ધરાવતા ભાઈએ બહેનના પ્રેમીને પણ ગોળી મારીને પતાવી દીધો હતો. પોલીસે આ કેસમાં બે શંકાસ્પદોની અટકાયત કરીને કાયદેસરના IPC 302 પગલાં લીધા છે. જ્યારે આ કાવતરામાં સાથ આપનારા બે શખ્સોની શોધખોળ ચાલું છે.
આ પણ વાંચોઃ રક્ષાબંધનના જ દિવસે બાળકી પર દુષ્કર્મ બાદ લોહીલુહાણ હાલતમાં ઝાડીઓમાં ફેંકી
કોણ છે આઃચોપડા શહેર નજીક જુના વરદ શિવરામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ રાકેશ સંજય રાજપૂત (ઉંમર 22 વર્ષ) અને વર્ષા સાધન કોલી (20 વર્ષ) તરીકે થઈ છે. આ એક પ્રકારનું ઓનર કિલિંગ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. રાકેશ સંજય રાજપૂત અને વર્ષા સાધન કોળી બન્નેની શુક્રવારે મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. જ્યારે યુવક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.