બિહારબિહારના આરામાં હોમગાર્ડ જવાન દ્વારા પત્નીની મારપીટ કરી જીવતી સળગાવી હોવાના શંકાસ્પદ મોતનો મામલો ( Home guard jawan wife suspicious death in Arrah) સામે આવ્યો છે. મૃતકાના બાળકો અને તેના માતાપિતાએ પતિ પર તેની હત્યા કરી લાશને ઘરમાં બંધ કરીને ફરાર થવાનો આરોપ લગાવ્યો છે. ઘટના જિલ્લાના બડહરા બ્લોકના સિન્હા ઓપી વિસ્તારના મૌજમપુર ગામની છે. મૃતકની ઓળખ મૌજમપુર ગામના રહેવાસી હોમગાર્ડ જવાન અમરસિંહની પત્ની રૂપા દેવી (35 વર્ષ) તરીકે થઈ છે.
મૃતકાને જવાન સતત ઝઘડતો હતોપોલીસને ઘટનાની જાણ થતાં જ ઓપી ઈન્ચાર્જ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.આ મામલે જાણવા મળે છે કે બખોરાપુર ગામના રહેવાસી વિનયસિંહની દીકરી રૂપા દેવીના લગ્ન 2006માં મૌજમપુર ગામના હોમ ગાર્ડ અમરસિંહ સાથે થયા હતાં. લગ્ન બાદથી જ અમરસિંહ તેની પત્ની રૂપા દેવી સાથે ઝઘડા કરતો હતો અને તેને વિવિધ રીતે ત્રાસ આપતો હતો. ગઈકાલે પણ અમરસિંહ અને રૂપા દેવી વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જે બાદ અમરસિંહે પહેલાં તેની પત્ની રૂપાને માર માર્યો અને પછી તેને જીવતી સળગાવી દીધી.
ઘરના રુમમાં મળ્યો અર્ધદગ્ધ મૃતદેહઘટના બાદ અમરસિંહ લાશને રૂમમાં બંધ કરીને ઘરના દરવાજાને તાળું મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પત્નીની ઘટના અંગેની જાણ થતાં જ તેઓએ તરત જ મૃતકાના માતાપિતાને તેની જાણ કરી હતી. માતાપિતા જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમણે સિંહા ઓપી પોલીસને જાણ કરી અને ઘરનો બંધ દરવાજો ખોલવામાં આવ્યો હતો. જ્યાં પરિણીત મહિલાની લાશ બળેલી હાલતમાં પડેલી ( Suspicious death of woman in Bhojpur) મળી આવી હતી.