ઉતર પ્રદેશ: ગોરખપુરજિલ્લામાં એક વ્યક્તિના બેંક ખાતામાંથી એક સપ્તાહમાં રૂ.1.52 કરોડનું ટ્રાન્ઝેક્શન (1 52 crores transaction) થયું હતું. તેના ખાતામાંથી આ રકમ કેરળના 1000 લોકોને બેંક ખાતામાં મોકલવામાં આવી હતી. એસપી સિટી કૃષ્ણ કુમાર વિશ્નોઈએ જણાવ્યું કે તે ખાતામાં પૈસા કોણે મૂક્યા અને કોને રકમ મોકલવામાં આવી. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. હવે મામલો પેચીદો છે. સઘન તપાસ બાદ સત્ય બહાર આવશે.
ગોરખપુરના શાંતિપુરમના રહેવાસી સચ્ચિદાનંદ દુબેએ એસએસપી ગૌરવ ગ્રોવરને ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદમાં સચ્ચિદાનંદ દુબેએ તેમના બેંક ખાતાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. તેણે ફરિયાદ પત્ર સાથે 200 પાનાનો ટ્રાન્ઝેક્શન રેકોર્ડ પણ આપ્યો હતો. ટ્રાન્ઝેક્શન રેકોર્ડના આધારે, પોલીસને જાણવા મળ્યું કે સચ્ચિદાનંદના બેંક ખાતામાંથી 1.52 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન (transaction gorakhpur person account)થયું છે. આ તમામ રકમ ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. બેંક અધિકારીઓએ સચ્ચિદાનંદને જણાવ્યું કે આ રકમ કેરળમાં 1000 બેંક ખાતાઓમાં મોકલવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સચ્ચિદાનંદના બેંક ખાતામાં અન્ય કોઈનો ફોન નંબર છે.