ગુજરાત

gujarat

ETV Bharat / crime

Firing On TDP Leader: પલનાડુ જિલ્લામાં TDP નેતા પર ફાયરિંગ, હોસ્પિટલમાં દાખલ

આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લામાં TDP નેતા બાલા કોટિરેડ્ડી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ તેમના ઘરમાં ઘૂસીને તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ આ મામલે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

પલનાડુ જિલ્લામાં TDP નેતા પર ફાયરિંગ
પલનાડુ જિલ્લામાં TDP નેતા પર ફાયરિંગ

By

Published : Feb 2, 2023, 3:42 PM IST

પલનાડુ(આંધ્રપ્રદેશ):પલનાડુ જિલ્લામાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના નેતા MPP બાલા કોટિરેડ્ડી પર ફાયરિંગ થયું છે. હુમલાખોરો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઘરમાં ઘૂસીને બે રાઉન્ડ ફાયરિંગ:મળતી માહિતી મુજબ, TDP મંડળના પ્રમુખ અને રોમ્પિચરલાના પૂર્વ MPP બાલા કોટિરેડ્ડી પર પલનાડુ જિલ્લામાં તેમના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અજાણ્યા હુમલાખોરોનું એક જૂથ બાલા કોટિરેડ્ડીના આવાસમાં ઘૂસી ગયું હતું અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઘાયલ ટીડીપી નેતાને તેના પરિવારના સભ્યોએ તાત્કાલિક નરસરાઓપેટ સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આ પણ વાંચો:Opposition on Adani matter: હવે વિપક્ષે પણ અદાણીની મુસીબત વધારી, ન્યાયતંત્ર પાસે કરી રોજિંદા રિપોર્ટિંગની માગૌ

પોલીસે તપાસ શરૂ કરી:ડોકટરોએ જણાવ્યું હતું કે તેમની હાલત ગંભીર છે. આ દરમિયાન ટીડીપી નેતા ચદલવાડા અરવિંદ બાબુ હોસ્પિટલમાં ગયા અને બાલા કોટિરેડ્ડીની તબિયત વિશે ડોક્ટરો સાથે વાત કરી. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં પોલીસે ફિરંગીપુરમ મંડલના નુદુરપાડુના ઓન્ટીપુલી વેંકટેશ્વરલુની ધરપકડ કરી છે. ઓન્ટિપુલી વેંકટેશ્વરલુ YSRCPનો સક્રિય કાર્યકર છે.

છ મહિના પહેલા છરી વડે હુમલો: અગાઉ છ મહિના પહેલા બાલા કોટીરેડ્ડી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે ટીડીપીએ આ હુમલાનું રાજનીતિકરણ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે કેસ નોંધીને તમામ એંગલથી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:Dattatreya Hosabale: હોસબોલે કહ્યું, 'RSS ન તો દક્ષિણપંથી ન તો વામપંથી, દરેક ભારતીયોના DNA એક'

તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઓડિશાના સ્વાસ્થ્ય પ્રધાન પર પણ એક કાર્યક્રમ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગરની છે. આ કેસમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ પ્રધાનની સુરક્ષામાં તૈનાત એએસઆઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details