ભદોહી(ઉતર પ્રદેશ):ઉતર પ્રદેશના ભદોહી જિલ્લાના ઔરાઈ પોલીસ સ્ટેશન નજીક પોખરા નજીક સ્થિત દુર્ગા પંડાલમાં રવિવારે મોડી રાત્રે આરતી દરમિયાન શોર્ટ સર્કિટના કારણે પંડાલમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 66 લોકો દાઝી ગયા હતા. તે જ સમયે, જિલ્લા અધિકારી ગૌરાંગ રાઠીએ 66 લોકોના દાઝી જવાની માહિતી આપી હતી.(fire in durga pandal ) DMએ જણાવ્યું કે આરતી દરમિયાન પંડાલમાં લગભગ 150 લોકો હાજર હતા. સળગી ગયેલા લોકોને અનેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની હાલત ગંભીર બનતા વારાણસીના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા.
SITની રચના: ઘટનાની માહિતી મળતા જ ADG વારાણસી, કમિશનર યોગેશ્વર રામ મિશ્રા, ડીઆઈજી, જિલ્લા અધિકારી, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.સોમવારે ADG રામ કુમારે આ મામલાની તપાસ માટે 4 સભ્યોની SITની રચના કરી હતી.(SIT FOR FIRE IN DURGA PANDAL ) આ ટીમમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ફાઇનાન્સ રેવન્યુ), અધિક પોલીસ અધિક્ષક, XEN હાઈલ અને ફાયર સેફ્ટી ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.