ગુજરાત

gujarat

ETV Bharat / crime

પૂર્વ સૈનિકે તેના બે સગા ભત્રીજાઓને ગોળી મારી, આરોપીની ધરપકડ - પૂર્વ સૈનિકે તેના બે સગા ભત્રીજાઓને ગોળી મારી

પટુહેરા ગામમાં, ભૂતપૂર્વ સૈનિકે તેના પોતાના બે ભત્રીજાઓને ગોળી મારી હતી (Ex-army man opens fire in Rewari). બંન્નેને એક-એક ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને ટ્રોમા સેન્ટરથી રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ કસૌલા પોલીસ સ્ટેશન સમગ્ર મામલાની તપાસમાં લાગેલ છે.

પૂર્વ સૈનિકે તેના બે સગા ભત્રીજાઓને ગોળી મારી, આરોપીની ધરપકડ
પૂર્વ સૈનિકે તેના બે સગા ભત્રીજાઓને ગોળી મારી, આરોપીની ધરપકડ

By

Published : Oct 17, 2022, 5:48 PM IST

હરીયાણા:પટુહેરા ગામના રહેવાસી અમિત અને હંસરાજ બંને સાગા ભાઈઓ છે. રવિવારે મોડી રાત્રે તેને તેના જ કાકા ઘનશ્યામ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઘનશ્યામ સેનામાંથી નિવૃત્ત સૈનિક છે. મામલો એટલો વધી ગયો કે ઘનશ્યામ ઘરની અંદરથી પિસ્તોલ લાવ્યો અને બંને પર ગોળીબાર કર્યો (Ex Army Man Opened fire in Rewari)હતો. અમિત અને હંસરાજની ઉંમર 23-25 ​​વર્ષની છે.બંનેને પગમાં ગોળી વાગી હતી. તેમને ગંભીર હાલતમાં રાત્રે ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી બાદમાં તેમને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી બાદ કસૌલા પોલીસ સ્ટેશનની એક ટીમ પટુહેરા ગામ પહોંચી અને બીજી ટીમ ઘટનાસ્થળે ટ્રોમા સેન્ટર પહોંચી હતી.

પૂર્વ સૈનિકની ધરપકડ:ઘટના બાદ આરોપી પૂર્વ સૈનિકની ધરપકડ (Accused ex-serviceman arrested)કરવામાં આવી હતી. કસૌલા પોલીસ સ્ટેશને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમિત અને હંસરાજનો તેમના જ કાકા ઘનશ્યામ સાથે ઘણા દિવસોથી વિવાદ ચાલતો હતો. ઘણી વખત બંને પક્ષો વચ્ચે મારામારી પણ થઈ હતી. અગાઉ રવિવારે રાત્રે પણ એકબીજાને ગાળો ભાંડી હતી. બાદમાં કાકાએ ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના કારણે આખા ગામમાં ભયનો માહોલ છે.

ABOUT THE AUTHOR

...view details