ગુજરાત

gujarat

ETV Bharat / crime

ડ્રગ્સની દુનિયામાં ધસતુ ગુજરાત, ઝડપાયો પડીકે વેંચતો પેડલર - અમદાવાદમાં MD ડ્રગ્સનું વેચાણ

અમદાવાદમાં હવે MD ડ્રગ્સ વારંવાર પકડાઇ (Drugs Seized in Ahmedabad ) રહ્યાંના સમાચાર મળે છે. શહેરમાં ડ્રગ વેંચતા અપરાધીઓનો દબદબો વધી રહ્યો છે. અત્યારે પોલીસે (Drugs Seized in Ahmedabad) બોપલ અને આશ્રમ રોડ પર ડ્રગ્સ વેંચતા બે પેડલરોની ધરપકડ કરી છે.

SOG ક્રાઇમે આશ્રમ રોડ પર ડ્રગ્સ વેંચતા આરોપીની ધરપકડ કરી, પકડ્યું આટલું MD ડ્રગ્સ
SOG ક્રાઇમે આશ્રમ રોડ પર ડ્રગ્સ વેંચતા આરોપીની ધરપકડ કરી, પકડ્યું આટલું MD ડ્રગ્સ

By

Published : Jul 16, 2022, 6:07 PM IST

અમદાવાદ:શહેરમાં ડ્રગ્સનું ચલણ દિવસેને દિવસે વધતું જતું હોય તેવું ચિત્ર વારંવાર સામે આવી રહ્યું છે. સરખેજ પોલીસે અંબર ટાવર, બોપલ પાસેથી(Sarkhej Amber Tower) 31 ગ્રામ MD ડ્રગ્સ સાથે(Drugs Seized in Ahmedabad) એક પેડલરની ધરપકડ કરી હતી. જે બાદ શહેર SOG ક્રાઈમ બ્રાન્ચે આશ્રમ રોડ પર આવેલા મલ્ટીપ્લેક્સની (Multiplex on Ashram Road) ગલીમાં MD ડ્રગ્સનું વેંચાણ કરતા એક પેડલરની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી

ખાનગી રાહે MD ડ્રગ્સનું વેચાણ -અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચની ટીમ(Ahmedabad SOG Crime Branch) પેટ્રોલીંગમાં હતી. જે દરમિયાન ખાનગી માહિતી મળી હતી કે, આશ્રમ રોડ પર આવેલા સિટી ગોલ્ડ મલ્ટીપ્લેક્સની(City Gold Multiplex Ahmedabad) ગલીમાં એક યુવક ખાનગી રીતે MD ડ્રગ્સનું વેચાણ(Selling MD Drugs in Ahmedabad) કરી રહ્યો છે. જેથી SOG ક્રાઈમે બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ કરતા ડ્રગ્સની પડીકીઓ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. આરોપીનું નામ રઈશ ઉર્ફે પટવા નાસીરખાન પઠાણ અને તે દાણીલીમડા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

31 ગ્રામથી વધુ MD ડ્રગ્સ કર્યું જપ્ત -જ્યારે આરોપીની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી ઝીપ લોક થેલીમાંથી 3 લાખથી વધુની કિંમતનું 31 ગ્રામથી વધુ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સ આરોપી યુવક ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સ તેના ભાઈ સોહેલ નાસીર ખાન પઠાણ પાસેથી લાવીને અમદાવાદમાં છુટ્ટક વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હતું.

આ પણ વાંચો:Drugs Seized in Ahmedabad : અમદાવાદમાં આજે કેટલું MD ડ્રગ્સ ઝડપાયું જાણો

ડ્રગ્સનું વેચાણ કેટલા સમયથીથાય છે, તપાસ ચાલુ -જેથી SOG ક્રાઈમે આરોપી યુવકના ભાઈની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. પકડાયેલા આરોપી કેટલા સમયથી અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરે છે અને તેના ભાઈ સહિત અન્ય કેટલા લોકો આ વેપારમાં જોડાયેલા છે. તે અંગે SOG ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે

ABOUT THE AUTHOR

...view details