સુરતઆશરે 12 કેસમાં આરોપી અને ડ્રગ્સકેસમાં દિલ્હીના તિહાર જેલમાં (Delhi Tihar Jail) કારાવાસ ભોગવી રહેલા આરોપીએ પેરોલ પર સુરત આવ્યો હતો. આરોપી પિસ્ટલ સાથે સુરતમાં ઝડપાયો (Delhi tihar jail Accused caught with in Surat) છે. સાયલન્ટ ઝોન, અવધ કોપર સ્ટોનમાં રહેતા જમીન દલાલ 28 વર્ષીય વિપલ મનીષ ટેલર ડુમસ રોડ ઉપરથી સિયાઝ કાર સાથે જઈ રહ્યો હતો. પોલીસે તેની રોકી ઝડતી કરતા કારમાં ડ્રાઈવર સીટ નીચેથી એક લોડેડ પિસ્તોલ તથા મેગઝીન અને કાર્ટીઝ નંગ 9 મળી આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે (Surat Crime Branch Police) આન્સર તેની પર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ (Delhi Accused caught with pistol in Surat )ધરી છે.
ખુનની કોશિશનો ગુનો દાખલ થયોજ્યારે પોલીસે આરોપીની ઝીણવટ ભરી પુછપરછ હાથ ધરી હતી. તેણે જણાવ્યું હતું કે, સને 2020ની સાલમાં આરોપીએ પ્રિન્સ પટેલ નામના શખ્સને વેસુ, આગમ આર્કેડ ખાતે ચપ્પુ મારી દેતા ઉમરા પોલીસ સ્ટેશનમાં (Umra Police Station) ખુનની કોશિશનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં પોતે ધરપકડ ટાળવા સારું દિલ્હી તેના મિત્રને ત્યાં ચાલી ગયેલો હતી. તે પોતે MD ડ્રગ્સનો નશો કરતો હતો. આ ખર્ચ કાઢવા માટે ચરસ વેચવાનો ધંધો ચાલુ કર્યો હતો. જેમાં દિલ્હી પોલીસે તેની ઝડપી પાડી NDPS હેઠળ કાર્યવાહી કરી દિલ્હી તિહાર, મંડોલી જેલ ખાતે મોકલી આપી હતી.