દિલ્હી: પોલીસે શ્રદ્ધા મર્ડર કેસના (Shraddha Murder Case) આરોપી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે કોર્ટમાં અરજી આપી (application filed in court for polygraph test) છે. આ અરજી સાકેત સ્થિત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લાની કોર્ટમાં આપવામાં આવી છે. અવિરલ શુક્લા દ્વારા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વિજય શ્રી રાઠોડને ટ્રાન્સફર કરવામાં આવી છે કારણ કે આફતાબના નાર્કો ટેસ્ટની પરવાનગી પણ વિજય શ્રી રાઠોડની કોર્ટ દ્વારા આપવામાં આવી હતી. જણાવી દઈએ કે અત્યાર સુધી કોર્ટે આ અંગે કોઈ નિર્ણય આપ્યો નથી. પોલીસ સૂત્રોનું માનીએ તો દિલ્હી પોલીસે નાર્કો ટેસ્ટને લઈને કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે આફતાબ સતત પોતાનું નિવેદન બદલીને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. હવે તેના આધારે પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે પણ પરવાનગી માંગવામાં આવી છે. નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટનો હેતુ વ્યક્તિ પાસેથી સત્ય બહાર કાઢવાનો છે. જોકે બંનેની તપાસની પ્રક્રિયા એકબીજાથી અલગ છે.
નાર્કો ટેસ્ટ શું છે: નાર્કો ટેસ્ટ (Polygraph test) ઘણી રીતે અલગ છે. આ પરીક્ષણની પ્રક્રિયામાં, વ્યક્તિને એક ઇન્જેક્શન આપવામાં આવે છે, જેના પછી તે ન તો સંપૂર્ણ સભાન હોય છે અને ન તો બેભાન હોય છે. નાર્કો ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે એનેસ્થેસિયા. નાર્કો ટેસ્ટમાં તબીબો ટ્રુથ સિરપની દવાઓનો ઉપયોગ કરે છે. તેને ઇન્જેક્શન આપવામાં આવે છે અને વ્યક્તિને લાગુ કરવામાં આવે છે. જો કે, આ પહેલાં વ્યક્તિનું શરીર એનેસ્થેસિયાનો સામનો કરવા સક્ષમ છે કે નહીં તે જાણવા માટે કેટલાક નિયમિત પરીક્ષણો છે.