દિલ્હી:રાજધાનીમાં કાંઝાવાલા હિટ એન્ડ રન કેસ (Delhi Kanjhawala case) સતત ચર્ચામાં છે. દરેક ક્ષણે નવા વળાંક લેતા આ કેસમાં વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. વાસ્તવમાં તમામ આરોપીઓએ પોતાનો ગુનો સ્વીકારી લીધો(ACCUSED HAS CONFESSED TO CRIME DELHI POLICE) છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સ્વીકાર્યું છે કે તેઓને જાણ હતી કે અકસ્માત બાદ અંજલી વાહનની નીચે ફસાઈ ગઈ હતી. આમ છતાં આરોપીએ ન તો વાહન રોક્યું, પરંતુ તેને અનેક કિલોમીટર સુધી વાહનની નીચે ખેંચી ગયા હતા. અકસ્માત બાદ કારે ઘણી વખત યુ-ટર્ન લીધો કારણ કે તેઓ ખૂબ ડરી ગયા હતા.
કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો:આરોપીઓએ એ પણ કબૂલાત કરી છે કે કારમાં મોટેથી સંગીત વગાડવાની વાર્તા ખોટી હતી. પોલીસની બેદરકારીને કારણે આ મામલો શરૂઆતથી જ ચર્ચામાં રહ્યો છે. તે જ સમયે, મૃતક અંજલિની મિત્ર નિધિને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આજે ખબર પડી કે તેણે ત્રણ મહિના પહેલા 16 લાખ રૂપિયામાં ઘર ખરીદ્યું હતું. તે 2020 માં આગ્રામાં ડ્રગ્સ વેચવા બદલ જેલમાં ગઇ હોવાનું પણ બહાર આવ્યું છે. સાથે જ તે સતત પોતાના નિવેદનો પણ બદલી રહી છે.
આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં:તમને જણાવી દઈએ કે, આ કેસમાં પહેલા પાંચ આરોપીઓની સંડોવણી બહાર આવી હતી, પરંતુ થોડા દિવસો પછી વધુ બે આરોપીઓના નામ સામે આવ્યા હતા. આ રીતે આ કેસમાં કુલ સાત આરોપીઓના નામ છે. જોકે, એક સિવાયના તમામ છ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. સાતમા આરોપી અંકુશને શનિવારે જ રોહિણી કોર્ટે જામીન આપી દીધા હતા.