સુરત : સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઠગાઇની ઘટનાઓ(Complaint of fraud) સામે આવી રહી છે, ત્યારે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા વેપારીને ઇન્ડોનેશિયાની કંપનીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કઈ લાખ રૂપિયાની ઠગાઇ કરી હતી. સુરત સાઇબર ક્રાઇમ પોલીસે(Surat Cyber Crime Police) આ ઠગાઇના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ માંથી એકને બેંગ્લોર અને બીજાને વડોદરાથી ઝડપી પાડ્યો(Cyber crime police arrested two accused) છે અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લોભામણી લાલચ આપીને વેપારીઓને શિકાર બનાવતા
ફરિયાદીને પોતાના વોટ્સએપ ઉપર એક ઇન્ટરનેશનલ નંબર કોમાન સુખી નામના વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. તે વ્યક્તિ ઇન્ડોનેશિયાની હોટલના સ્પામાં કામ કરે છે. જે ક્રિપ્ટો કરન્સીના એક એપ્લિકેશના માધ્યમથી રોકાણ કરે છે અને આ રોકાણ થકી સારો એવો નફો પણ મેળવે છે. આવી અનેક લોભામણી લાલચ ફરીયાદીને આપવામાં આવી હતી. ફરીયાદી પાસે અલગ અલગ રીતે 34,80,600 નું રોકાણ કરાવ્યું હતું. પેરાગોન ઓપ્શન નામની કંપનીના નામે ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે અલગ અલગ રીતે 8,17,446 રૂપિયા પરત કર્યા હતા અને કહેવામાં આવ્યું કે આ પૈસા તમારા નફાના છે. વધુ નફો થવાની લાલચે ફરિયાદીએ વધુ રોકાણ કર્યું અને આરોપીઓ કુલ 26,63,154 રુપિયા ચાઉ કરી ગયાં.