વડોદરાશહેરમાં એક દુકાનદાર (Assaulted the shopkeeper in Vadodara) પર બે શખ્સોએ જીવલેણ હુમલોકરતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. દુકાનદારનો પુત્ર સમયસર આવ્યા હતા. તેના પિતા બચી ગયા હતા, પરંતુ પુત્રને પણ ગંભીર ઈજા પહોંચી (Vadodara Crime Case) હતી. આ મામલે પુત્ર મયંકભાઇ સોલંકીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં (Fateganj Police Station) ફરિયાદ નોંધાવી છે.
બે શખ્સઓ માથાકૂટ કરી પિતા-પુત્ર પર હુમલો કર્યો, મામલો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ટ્રેડીંગ કંપનીના નામથી ફાઇનાન્સનો ધંધો કરુ છુપોલીસ ફરિયાદમાં (Vadodara Police) જણાવ્યા અનુસાર ફરિયાદી મયંક સોલંકીએ જણાવ્યું હતુ કે, હું મારા પરિવાર સાથે TP 13માં ટ્રેડીંગ કંપનીના નામથી ફાઇનાન્સનો ધંધો કરુ છુ. મારા પિતાજી આ જ દુકાનમાં વચ્ચે પાટેશન કરી યોગી સુપર સ્ટોર (Yogi Super Store Vadodara) નામની દુકાન ચલાવે છે. મારા પપ્પા દુકાનમાં હતા અને તેઓએ એકદમ બૂમાબૂમ કરતા હું તથા મારા મમ્મી મનિષાબેન દુકાનમાં આવ્યા ત્યારે લક્ષ્મણસિંહ થાવરજી ગરાસીયા અને જયંતીભાઇ રામજીભાઇ કોન્ટ્રાક્ટર બન્ને ત્યાં હતા.
ગાળો બોલવાની ના પાડતા લક્ષ્મણસિંહ એકદમ ઉશ્કેરાઈ ગયા મારા પિતા સાથે દુકાનમાં કોઈ ચીજ વસ્તુની ખરીદી કરવા આવ્યા હતા. તે બાબતે બોલાચાલી ઝઘડો કરી ગમે તેમ ગાળો બોલતા હતા. જેથી મારા પિતાજીએ તેઓને ગાળો બોલવાની ના પાડતા લક્ષ્મણસિંહ ગરાસીયા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેમને પહેરેલી પેન્ટના કમરના ભાગેથી ધારદાર તિક્ષ્ણ અણીવાળો લોખંડનો છરો કાઢી મારા પિતાજીને ગળાના ભાગે ડાબી બાજુ જીવલેણ ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. મારા પિતાજીને લોહી નિકળવા લાગ્યું હતું. જેથી મે વચ્ચે છોડાવવા પડતા લક્ષ્મણસિંહ ગરાસીયા એ મને પણ માથાના ભાગે માર્યું હતું. ત્યારબાદ કોઇએ 108 એમ્બ્યુલન્સ ગાડીને ફોન કરતા મારા પિતાજીને સારવાર અર્થે ખસેડ્યા હતા.
બન્ને બાપ દીકરાને ગડદાપાટુનો માર માર્યો હતોહાલ હું અને મારા પિતા સારવાર હેઠળ છીએ લક્ષ્મણસિંહ ગરાસીયાનાઓએ તેની પાસેના છરા વડે મારા પિતાજીને જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં ડાબી બાજુ જીવલેણ ઘા માર્યા હતા. મોત નીપજાવવાની કોશિશ કરી ત્યારે જ હું વચ્ચે છોડાવવા પડતા મને પણ લક્ષ્મણસિંહ ગરાસીયાએ છરા વડે હુમલો કરતા માથાના પાછળ ડાબી બાજુ તેમજ ડાબા હાથની છેલ્લેથી બીજા નંબરની આગળી પર ઇજા પહોંચી હતી.જયંતીભાઇએ અમને બન્ને બાપ દીકરાને ગડદાપાટુનો માર માર્યો હતો. તેથી આ બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.
મને ઉધાર આપે જ કેમ નહીં ઈર્જાગ્રસ્ત મયંકે જણાવ્યું કે, TP 13 વિસ્તારમાં મારો અને મારા ફાથરનો યોગી સુપર સ્ટોર છે. ત્યાં મારા ફાધર બેઠા હતા. સાંજે જેન્તીભાઇ કોન્ટ્રાક્ટર અને લક્ષ્મણ ભાઈ ગરાસિયા આ બંને આવ્યા હતા. ઉધાર (Demand a Purchase on Credit) લેવા બાબતે તકરાર કરીને ગયા અને થોડી વાર રહીને આવ્યા અને મને ઉધાર આપે જ કેમ નહીં એવી રીતે એ લોકો એ અપશબ્દો આપીને એકદમથી ચપ્પુ કાઢીને મારા પિતા પર વાર કર્યો અને ઘડાના ભાગમાં ચાકુ મારી દીધું હતું.
ઉધાર વધી જતા અમે ઉધાર આપવાની ના પાડીએમને બચાવવા હું પડ્યો એમને મને હાથમાં માથામાં અને પેટના ભાગમાં ચાકુ માર્યું હતું. અત્યારે મારા ફાધર સિરિયસ છે. ICUમાં પોલીસે અમારો જવાબ લીધો છે. આગળની કાર્યવાહી કરી રહ્યા છે. મને પૂરો પૂરો ન્યાય માંડવો જોઈએ અમને કડક સજા થાય અને આ બનાવ બન્યા પછી જતા જતા મારા પિતાને એવું કીધું કે તારી આખી ફેમેલીને અમે પતાવી દઈશું. તેઓનું આ દુકાને ઉધાર ચાલતું હતું. જે ઉધાર વધી જતા અમે ઉધાર આપવાની ના પાડી આગળના રૂપિયા આપો પછી અમે બીજું આપીશું તેમાં ઉશ્કેરાઈને હુમલો અમારા પર કર્યો હતો.