ગુજરાત

gujarat

ETV Bharat / crime

બંધ રુમ માંથી પ્રેમી પંખીડાનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર - સુરતમાં ક્રાઈમ રેટ

સુરત શહેરના લીંબાયતના સ્થાનિક વિસ્તારના એક ઘરમાંથી 14 વર્ષીય સગીરા અને 23 વર્ષીય યુવકની પંખા સાથે રૂમાલ અને ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. હાલ આ બાબતે લિંબાયત પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. Crime rate in Gujarat Suicide case in Surat Two lovers committed suicide

ઓઢણી બાંધેલા પ્રેમી પંખીડાઓનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર
ઓઢણી બાંધેલા પ્રેમી પંખીડાઓનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર

By

Published : Aug 19, 2022, 12:07 PM IST

સુરત શહેરના લીંબાયતના સ્થાનિક વિસ્તારમાં બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. એક ઘરમાંથી જ 14 વર્ષીય સગીરા અને 23 વર્ષીય યુવક પંખા સાથે રૂમાલ અને ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા જ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંનેના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ પણ વાંચોભરૂચના કેબલ બ્રિજ પરથી પ્રેમી પંખીડાની નર્મદા નદીમાં મોતની છલાંગ

ઓરિસ્સાથી ભગાડી લાવ્યોમળતી માહિતી મુજબઆ બાબતે કેસની તપાસ કરતા અધિકારી PSI એમ.એમ.ગામીતે જણાવ્યું હતું કે, ગતરોજ રાત્રે આ ઘટનાની જાણ થતા જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ચૂક્યા હતા. તપાસ દરમિયાન મૃતક કિશોરી જેમનું નામ હમવતી અને મૃતક યુવકનું નામ સીબારામ છે. જેમણે એક અઠવાડિયા પહેલા જ આ 14 વર્ષીય સગીરાને પોતાની સાથે ઓરિસ્સાથી ભગાડી લાવ્યો હતો. ભગાડી લાવી સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેવા લાગ્યો હતો. જોકે બંને જ સુરતમાં પહેલી વખત આવ્યા હતા તેવી માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચોએક જ કંપનીમાં કામ કરતા બે સહકર્મચારીએ કર્યો આપઘાત

પ્રેમ સંબંધ વધુમાં જણાવ્યું કે, આ બંને લોકો 12 ઓગસ્ટના રોજ લિંબાયત વિસ્તારમાં રહેવા આવ્યા હતા. આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. સગીરાના વાલી વરસાનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તો સાથે સાથે કયા કારણસર આ પગલું ભરી દીધું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. Crime rate in Gujarat Suicide case in Surat Two lovers committed suicide Suicide rate in Gujarat Dead bodies of lovers in Surat Suicide rate in Gujarat

ABOUT THE AUTHOR

...view details