સુરત : વરાછા પોલીસે બાતમીના આધારે બનાવટી બાગબાન તમાકુ (fake tobacco)બનાવતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તંબાકુનો જત્થો અને મશીનરી મળી કુલ 2.10 લાખની મતા કબજે (Crime in Surat) કરી છે.
બાતમીના આધારે પકડાયા આરોપીઓ- વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે વરાછા સુંદરવન સોસાયટીમાં બનાવટી (fake tobacco) તંબાકુ બનાવવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો (Crime in Surat) પાડ્યો હતો. અહી પોલીસે દરોડો પાડી ટોબેકોનો વ્યાપાર કરતા પંકજભાઈ ગોરધનભાઈ વોરા, લેસ કટિંગનો વ્યવસાય કરતા દર્શિતભાઈ ભરતભાઈ માલવિયા તથા રત્નકલાકાર તરીકે કામ કરતા કેતનભાઈ જીવનભાઈ જાગાણીને ઝડપી પાડ્યા હતાં.
વરાછા સુંદરવન સોસાયટીમાં થઈ રહ્યું હતું આ કામ આ પણ વાંચોઃ Gutka-tobacco seized in Silvassa: સેલવાસમાં ગુટકા-તમાકુ વેચનારાઓ પર તવાઈ, 16 લાખ રૂપિયાનો જથ્થો પોલીસે કર્યો જપ્ત
ત્રણેય આરોપીની ધરપકડ- પોલીસે અહી દરોડો પાડી છૂટક (fake tobacco)તમાકુના પ્લાસ્ટિકના પેકેટ, ખાલી કાગળની પડીકીઓ, તંબાકુ ભરવાના પુંઠા, સીલીંગ મારવાનું મશીન, એક વજન કાંટો સહિતની સાધનો મળી કુલ 2.10 લાખની મતા કબજે કરી હતી. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની (Crime in Surat) કાર્યવાહી હાથ ધરી છે.
પહેલાં પણ નકલચીઓ ઝડપાયાં હતાં - ઉલ્લેખનીય છે કે સુરતમાં ભૂતકાળમાં અગાઉ શુઝ, ઘડિયાળ અને કપડાનું ડુપ્લીકેશન ઝડપાયું છે. ત્યાં હવે બનાવટી તમાકુ (fake tobacco)ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ (Crime in Surat) શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 15 લાખ રૂપિયાથી વધુની ગુટકા-તમાકુ ઝડપાઈ, વાપીથી અમદાવાદ લઇ જવામાં આવી રહ્યો હતો જથ્થો