બિહાર:છપરા લઠ્ઠાકાંડ કેસમાં (Chapra Liquor Case) 70થી વધુ લોકોના મોત બાદ માત્ર સ્થાનિક પોલીસ-પ્રશાસન પર જ સવાલો નથી ઉઠ્યા પરંતુ નીતિશ સરકારની પણ આકરી ટીકા થઈ હતી. આ ઘટના બાદ ઝડપી દરોડા પાડવામાં આવ્યા હતા અને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં હોમિયોપેથિક દવામાંથી દારૂ બનાવનાર માસ્ટરમાઇન્ડની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી (Chapra Hooch Tragedy mastermind Ram Babu arrested) છે. આ માસ્ટરમાઇન્ડનું નામ રામ બાબુ છે, તેની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે. પ્રારંભિક અહેવાલ મુજબ, આરોપીઓએ તેમાં કેમિકલ ઉમેરીને દારૂ તૈયાર કર્યો હતો, જેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.
નકલી દારૂનો મુખ્ય સપ્લાયર પકડાયો:છાપરામાં નકલી દારૂ પીને લોકોના મોત થયા. તે ભેળસેળયુક્ત દારૂના મુખ્ય સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે. વારાણસીમાંથી મુખ્ય સપ્લાયર સંજીવ કુમારની ધરપકડ કર્યા બાદ આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ દરમિયાન જે હકીકતો સામે આવી રહી છે તેના આધારે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોની ઓળખ અને ધરપકડ માટે સતત દરોડા પાડી રહ્યા છે.
આ પણ વાંચો:છપરા લઠ્ઠાકાંડ કેસ: મૃત્યુઆંક 73ને પાર, સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ