તેલંગાણા: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં સ્કૂલમાં LKGમાં ભણતી ચાર વર્ષની બાળકી સાથે શરમજનક ઘટના સામે આવી છે. જે તે શાળાની માન્યતા રદ કરવા (cancel the recognition of Banjara Hills DAV School) શિક્ષણ પ્રધાનએ સૂચના આપી છે.શિક્ષણ પ્રધાન સબિતા ઈન્દ્ર રેડ્ડીએ હૈદરાબાદના ડીઈઓને શાળાની માન્યતા રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. આવી કોઈ ઘટના ફરી ન બને તેની ખાતરી કરવા માટે શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ નિયામક હેઠળ DGI સ્તરના અધિકારી સાથે એક વિશેષ ટીમ બનાવવામાં આવશે. આ સાથે અન્ય શાળાઓમાં એડજસ્ટ થવાની પણ સલાહ આપવામાં આવી છે જેથી ત્યાં ભણતા બાળકોને અભ્યાસમાં નુકસાન ન થાય. પ્રધાન સબિતા ઈન્દ્ર રેડ્ડીએ સ્પષ્ટતા કરી કે વિદ્યાર્થીઓના વાલીઓની શંકા દૂર કરવાની જવાબદારી DEOની છે.
LKG વિદ્યાર્થીની જાતીય સતામણીનો મામલો: શિક્ષણ પ્રધાનએ શાળાની માન્યતા રદ કરવા આપી સૂચના
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં સ્કૂલમાં LKGમાં ભણતી ચાર વર્ષની બાળકી સાથે શરમજનક ઘટના સામે (Sexual harassment) આવી છે. જે તે શાળાની માન્યતા રદ કરવા (cancel the recognition of Banjara Hills DAV School) શિક્ષણ પ્રધાનએ સૂચના આપી છે.
એક અઠવાડીયામાં રિપોર્ટ માંગ્યોઃ પ્રધાન સબિતા ઈન્દ્ર રેડ્ડીએ કહ્યું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે સરકારને સુરક્ષાના ઉપાયો સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના સચિવના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કમિટી એક સપ્તાહમાં પોતાનો રિપોર્ટ આપશે. પ્રધાન સબિતા ઈન્દ્ર રેડ્ડીએ કહ્યું કે રિપોર્ટના આધારે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વિશેષ પગલાં લેવામાં આવશે.
આ છે મામલોઃ ઉલ્લેખનીય છે કે બંજારા હિલ્સ વિસ્તારમાં સ્થિત DAV સ્કૂલના પ્રિન્સિપાલના ડ્રાઈવરે ચાર વર્ષની બાળકીનું યૌન શોષણ (Sexual harassment) કર્યું હતું (Banjarahills Girl Rape Case). ઘટનાની જાણ થતાં જ પીડિત પરિવારના સભ્યો અને તેમના મિત્રોએ ડ્રાઈવર રજની કુમારને માર માર્યો અને તેને પોલીસને હવાલે કર્યો. ગુસ્સે ભરાયેલા સંબંધીઓએ એકવાર શાળાના આચાર્ય પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્ટાફે દરમિયાનગીરી કરી. પોલીસે આચાર્ય અને શાળાના સ્ટાફની પણ પૂછપરછ કરી હતી. આ મામલે સ્થાનિક લોકોએ બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કોંગ્રેસના ઘણા નેતાઓએ પૂર્વ એમએલસી રામુલુ નાઈકના નેતૃત્વમાં વિરોધ પણ કર્યો હતો.