વડોદરાદક્ષ અને પાર્થની મિત્ર ખુબ ગાઢ હતી. બંન્ને સાથે ફરતા સાથે કોલેજ જતા અને એકબીજાના ઘરે પણ તેમની અવરજવર હતી. પરંતુ પાર્થના ઝનૂની એક મિત્રની ક્રૂરતાપૂર્વકહત્યા કરવા એક પ્રી-પ્લાન ઘડી અંજામ આપ્યો છે. 20 વર્ષીય દક્ષ પટેલની હત્યાકરનાર પાર્થ કોઠારીની પોલીસે ધરપકડ કરી પુછતાછ હાથ ધરી છે. પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરી છે. વડોદરા માંજલપુર વિસ્તારમાં (Vadodara Manjalpur Area) રહેતો દક્ષ પટેલ અને પાર્થ કોઠારી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના (Maharaja Sayajirao University of Vadodara) B.comના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત સોમવારે દક્ષ ગરબા રમવા નિકળ્યો અને ત્યારબાદ ઘરે પરત ફર્યો ન હતો. જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી.
વડોદરા માંજલપુરમાં રહેતો દક્ષ પટેલ સોમવારે તેના મિત્ર સાથે ગરબા રમવા નિકળ્યો અને ઘરે પરત ન ફર્યો આરોપીએ કબૂલાત કરી આ દરમિયાન સયાજીગંજ વિસ્તારમાં (Vadodara Sayajiganj Area)આવેલા અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી દક્ષના હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ (Vadodara Sayanjiganj Murder Case) મળી આવી હતી. જેથી પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. અલંકાર ટાવરના CCTV ફુટેજમાં (CCTV footage of Alankar Tower) દક્ષની સાથે તેનો મિત્ર પાર્થ પણ જોવા મળ્યો હતો. પ્રથમ દ્રષ્ટિ શંકાના આધારે પોલીસ પાર્થની અટકાયત કરી, આ સાથે અન્ય લોકોની પણ પોલીસે શંકાના આધારે અટકાયત કરી પુછતાછ હાથ ધરી હતી. પરંતુ પાર્થની પોલીસે કડકાઇથી પૂછતાછ કરતા તેણે દક્ષની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જોકે હત્યાને કંઇ રીતે અંજામ આપવામાં આવ્યો તે દિશામાં પોલીસે પાર્થની પુછતાછ કરતા આ સમગ્ર ઘટના કોઇ ક્રાઇમ વેબસીરીઝની કમ નથી.
બહેન અંગે બીભત્સ વાતો પોલીસની પૂછતાછમાં પાર્થે જણાવ્યું, દક્ષ સાથે તેની ખુબ સારી મિત્રતા હતી. દક્ષ અનેક વખત પાર્થને પોતાના ટુ વ્હીલર પર લેવા મુકવા માટે ઘરે આવતો જતો હતો. આ દરમિયાન દક્ષ પટેલ પાર્થની બહેન અંગે બીભત્સ વાતો કરતો હતો. જે વાત તેને પસંદ ન હતી. જોકે ભાગ્યે જ કદાચ દક્ષે પાર્થની બહેનને જોઇ હતી. બહેન અંગે બીભત્સ વાતો નહીં કરવા પાર્થે અનેક વખત દક્ષને ટકોર કરી પણ માન્યો ન હોવાનુ તે પોલીસને જણાવે છે. વારંવાર બહેન અંગેની બીભત્સ વાતો સાંભળી પાર્થ રોષે ભરાયો અને તેણે મિત્ર દક્ષની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. દક્ષની હત્યા કેવી રીતે કરવી, પોલીસથી કંઇ રીતે બચવું, પોલીસ પકડશે તો શું પ્રશ્નો કરશે. જેવી અનેક બાબતો પાર્થ છેલ્લા ઘણા સમયથી મોબાઇલમાં સર્ચ કરતો અને તેના વિડિઓ પણ જોતો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ સમક્ષ એક જ રટણદક્ષની હત્યા કરી હોવાની કબૂલાત કરતો પાર્થે ગત રાત્રીથી પોલીસ સમક્ષ એક જ રટણ કરી રહ્યો છે કે, મારી બહેન વિશે દક્ષ છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી બીભત્સવાતો કરતો જે મને પસંદ ન હતી. તે દિવસે હું તેને સમજાવવા માટે જ ત્યાં લઇ ગયો હતો. પરંતુ કીડનેપીંગ થીમ પર ફોટો પાડવાનું કહીં તેના હાથ પગ બાંધ્યા બાદ મને શું થયું ખબર નથી. તેની હત્યા કરી નાખી હતી. જોકે પાર્થની આ થીયરી પોલીસ કર્મીઓ અને અધિકારીઓને હજી પણ ગળે ઉતરતી નથી.
આરોપીએ બતાવેલો ઘટનાક્રમ:
- દક્ષની હત્યા કરવા માટે પાર્થે કોઠારીએ માંજલપુરના એક મોલમાંથી છરી ખરીદી અને ત્યારબાદ એક રસ્સી પણ ખરીદી
- દક્ષ અને પાર્થ તેમના મિત્રો સાથે અનેક વખત અલંકાર ટાવરમાં ચા પીવા માટે જતા હતા. જેથી પાર્થ સોમવારની રાત્રે દક્ષને ત્યાં જ લઇ ગયો હતો.
- અલંકાર ટાવર પહોંચતા બન્નેએ પહેલા પાણીની બોટલ ખરીદી અને ત્યારબાદ પાર્થે દક્ષને તેની બહેન અંગે બિભત્સ વાત ન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યો છે.
- પાર્થ પર ઝનૂન સવાર હતું, જેથી તે દક્ષને અલંકાર ટાવરના બેઝમેન્ટમાં સુમસામ જગ્યાએ લઇ ગયો અને ત્યાં કીડનેપીંગ થીમ પર ફોટો પાડવા માટે કહ્યું.
- પાર્થે કહ્યું આ એક નવી થીમ (કીડનેપીંગ થીમ) છે પહેલા હું તારો ફોટો પાડુ પછી તું મારો ફોટો પાડજે.
- કીડનેપીંગ થીમ પર ફોટો પાડવા માટે પાર્થે રસ્સીથી પહેલા દક્ષના હાથ બાંધ્યા, રસ્સી લાંબી હોવાથી બાદમાં પગ પણ બાંધી દીધા હતા.
- કીડનેપીંગ થીમ પર ફોટો પાડવાનું કહીં હાથ-પગ બાંધ્યા બાદ ઝનૂની પાર્થે દક્ષને પહેલા પેટમાં છરી મારી બાદમાં ઉપરા છાપરી છાતી અને પેટમાં ઘા ઝીંક્યા હતા.
- દક્ષને લોહીમાં લથબથ જોઈ પાર્થે તેનુ મોત થયાની ખાતરી કર્યા બાદ પાર્થ પોતાનું ટુ વ્હિલર લઇ અલંકાર ટાવરથી નીકળી ગયો હતો.
- દક્ષને ઉપરા છાપરી છરીના ઘા ઝીંકતા પાર્થના હાથ ઉપર પણ લોહી લાગી ગયુ હતુ. જે તેણે પોતાના પાસેની પાણી બોટલથી ધોઇ નાખ્યું હતુ.
- દક્ષની હત્યા કર્યા બાદ પાર્થ અલંકાર ટાવરથી નીકળી મુજમહુડા સ્થિત વિશ્વામિત્રી નદીના બ્રીજ ઉપર પહોંચ્યો. જ્યાં તેણે છરી અને પોતાના સેન્ડલ નદીમાં ફેંકી દીધા હચા.
- છરી અને સેન્ડલ નદીમાં ફેંકી દીધા બાદ પાર્થ શહેરના એક નામાંકિત ગરબા ગ્રાઉન્ડ પર પણ ગયો હતો. જ્યાં તે પોલીસને જોઇ ડઘાઇ ગયો અને તેણે પ્રશ્ન પણ કરવામાં આવ્યો કે તારા ચપ્પલ ક્યાં છે.