સુરત : બારડોલી તાલુકાનાં ભૂવાસણ - ઝાંખરડા ગામના NRIના બોગસ આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવી તેના આધારે સરખા નામનો ગેરલાભ ઉઠાવી એક શખ્સે ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિના નામનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવ્યો હતો. આ પાવર ઓફ એટર્નીના (Power of attorney) આધારે જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. (Bogus document of NRI from Zhankhara village)
શું છે સમગ્ર મામલો જમીન માલિકના પાવરદાર તેમના સગાભાઈ બિપિન પટેલે (રહે ભુવાસણ, બારડોલી) આપેલી ફરિયાદ મુજબ તેમના મોટાભાઈ મહેન્દ્ર પટેલ વર્ષોથી તેમના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા છે. તેમના નામે ઝાખરડા ગામે બ્લોક નંબર 77 સર્વે નંબર 46,2 અને બ્લોક નંબર 838 સર્વે નંબર 47,2 વાળી જમીન આવેલી છે. તેઓ અમેરિકા ખાતે રહેતા હોય જમીનના વહીવટ માટેનો પાવર ઓફ એટર્ની તેમના ભાઈ બિપિન પટેલને કરી આપેલ છે. (bogus document power of attorney)
રેકર્ડ ચેક કરતાં ખબર પડી આ દરમિયાન ગત 1મી નવેમ્બર 2022ના રોજ ગામના ખેડૂત ભરતસિંહ વિજયસિંહ પરમારે આ જમીન વેચાણ કરવાની વાત ચાલતી હોવાનું જણાવતા બિપિન પટેલે મામલતદાર કચેરીમાંથી રેવન્યુ રેકર્ડ તેમજ કાચી ફેરફાર નોંધની નકલ કઢાવતા તેમની જમીનનો ખોટી અને ગેરકાયદેસર રીતે પાવર ઓફ એટર્ની તેમજ રજીસ્ટર દસ્તાવેજ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું. વેચાણ દસ્તાવેજની નકલ કઢાવતા તેમના મહેન્દ્ર પટેલે (રહે, શિવ દરશાહન, ભરુચ) જમીનના સાચા માલિક મહેન્દ્ર પટેલનું (રહે ભુવાસણ, હાલ અમેરિકા) ખોટું નામ ધારણ કરી ખોટા આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ રજૂ કરી ભરત પટેલને (રહે નવા ધંતુરીયા, ભરુચ) ખોટા પાવર ઓફ એટર્ની બનાવી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. (Bogus Power of Attorney)
આ પણ વાંચોFraud from fake documents: બોગસ દસ્તાવેજ બનાવી દુકાન પચાવી પાડવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓ ઝડપાયા