- મોરબીમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો
- અવાવરૂ જગ્યાએ મૃતદેહ દાટી દીધો
- યુવાન ગુમ થયાની પોલીસે તપાસ ચલાવતા હત્યાનો ભેદ ખુલ્યો
મોરબી: શહેરના કાંતિનગર વિસ્તારમાં એક વ્યક્તિને જમીનમાં ખાડો કરીને દાટી દીધો હોવાનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઇ હતી અને બનાવ અંગે વધુ તપાસ ચલાવી હતી. જે બનાવ અંગે બનાવમાં મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતો શૈલેષ અગેચાણીયાની પત્ની તેના પ્રેમી જુમા સાજણ માજોઠી સાથે ઘર માંડી રહેતી હતી. જેથી શૈલેષ અગેચાણીયાને ગમતું ન હોય જેથી ગત તા. 27 થી તા.3 સુધીના સમયગાળા વચ્ચે કોઈ પણ સમયે શૈલેષની પત્ની અને જુમા માજોઠીએ શૈલેષને કોઈ પણ રીતે જુમા માજોઠીના ઘરે બોલાવી હત્યા કરીને ઘરના પાછળના ભાગે આવતી નદીના પાળા પાસે મૃતદેહ દાટી દઈને પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો.
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા