વડોદરા:ગુજરાતમાં કહેવા માટે દારૂબંધી(Liquor Ban in Gujarat) છે તે સૌ કોઈ જાણે છે. એ કંઈ નવી વાત નથી. કોઇને કોઇ બહાને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રો અવારનવાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં વડોદરા પોલીસે(Vadodara PCB Police) ACના બિલોની આડમાં ગુજરાતમાં દારુ લાવનારની ધરપકડ કરી છે. આ સાથે જ કુલ કિંમત રૂપિયા 56,11,585નો મુદ્દામાલ કબજે(Alcohol Seized in Vadodara) કર્યો છે.
આ પણ વાંચો:લઠ્ઠાકાંડ પછી પણ દારૂનું વેચાણ પૂરજોશમાં, વેચનારાઓએ હવે અપનાવ્યો નવો નૂસખો
પોલીસ PCBને પૂર્વ બાતમીના આધારે કન્ટેનરને કોર્ડન કર્યું હતું -વડોદરા શહેર પોલીસ PCBને બાતમી મળી હતી કે એક ટાટા કન્ટેનર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલી છે. આ ગાડી હાલમાં હાલોલ થઇને વડોદરા તરફ આવવા માટે રવાના થયેલી છે. સુરત તરફ જનાર છે. આ કન્ટેનરનું કેબીન સફેદ આછા ભૂરા રંગનું તથા કન્ટેનર કેસરી કલરનું છે. જે માહિતી આધારે ગોલ્ડન ટોલનાકા(Vadodara Golden Tolanaka) પાસે છુટા છવાયા વોચમાં(PCB Police Watch ) હાજર રહી કન્ટેનર આવતા કન્ટેનરને કોર્ડન કરી કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢી કાઢ્યો હતો. આ સાથે જગદિશ રધુનાથજી ઢાકાની ધરપકડ પણ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.