સુરતશહેરના પાંડેસરા વિસ્તારમાં પિતા પુત્ર વચ્ચે કોઈ બાબતે બોલા ચાલી થતા જ ઉશ્કેરાયેલા પિતાએ પુત્રને દાદર ઉપર ધક્કો મારતા પુત્ર નીચે પટકાતા તેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે(pandesara police station) અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનૂસાર પિતા અને પુત્ર વચ્ચે ટીવીના ડીટીએસ રિચાર્જ (DTH recharge of TV )મામલે બોલાચાલી થઇ હતી.
સંબંધોની હત્યાઃ પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થતા ઢીમ ઢાળી દીધું
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં હચમચાવનારી ધટના બની છે. પિતા પુત્ર વચ્ચે કોઈ બાબતે બોલા ચાલી થતા પિતાએ પુત્રને ધક્કો મારતા (father pushed his son up the stairs) પુત્ર નિચે પટકાયો હતો.જે પછી તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતું તેની ટૂંકી સારવાર પછી મોત થયું હતું.
પિતા પુત્ર વચ્ચે થયો ઝગડોસુરતમાંપાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ધટના બની છે. રમેશ બાવીસ્કર અને તેમનો 18 વર્ષીય પુત્ર રિતેશ બાવીસ્કર અને બંને પિતા પુત્ર કપડા સીવવાનું કામ કરતા હતા ગત મોડી રાત્રે પિતા અને પુત્ર વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલા ચાલી (father and son between Fierce fight ) થતા જ ઉશ્કેરાયેલા પિતાએ પુત્રને દાદર ઉપર ધક્કો મારતા પુત્ર નીચે પટકાતા તે ઇજાગ્રસ્ત થયો હતો. જોકે રિતેશને તાત્કાલિક 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રીતેશનો ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. જોકે આ સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પુત્ર ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો પુત્ર ધોરણ 10 માં અભ્યાસ પણ કરતો હતો.એક્સટર્નલ પરીક્ષાની તૈયારી(External Exam Preparation) પણ કરતો હતો. ગતરોજ રાત્રે પિતા અને પુત્ર વચ્ચે ટીવીના ડીટીએસ રિચાર્જકરવા માટે પુત્ર એ પિતા પાસે પૈસા માંગ્યા હતા જે વાતને લઈને પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા પિતાએ પુત્રને દાદર ઉપર ધક્કો મારતા પુત્ર નીચે પટકાતા માથાને ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રિતેશનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.જોકે હાલ આ અંગે પાંડેસરા પોલીસે ફક્ત અકસ્માતનો જ ગુનોનું આગળ તપાસ હાથ ધરી છે.