ગુજરાત

gujarat

ETV Bharat / crime

પાર્ટી બાદ મહિલાને સ્પ્રેથી બેહોશ કરી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો, ત્રણની ધરપકડ - gang raped with spraying sedation

ચહેરા પર ઘેનનું સ્પ્રે છાંટીને મહિલા પર સામૂહિક દુષ્કર્મ (gang rape) કર્યાની ઘટના સામે આવી છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ (Arrest of the accused)કરી છે.

પાર્ટી બાદ મહિલાને સ્પ્રેથી બેહોશ કરી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો, ત્રણની ધરપકડ
પાર્ટી બાદ મહિલાને સ્પ્રેથી બેહોશ કરી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો, ત્રણની ધરપકડ

By

Published : Oct 15, 2022, 1:13 PM IST

મહારાષ્ટ્રઃમહારાષ્ટ્રના પુણેમાં એક મહિલાના ચહેરા પર ઘેનનું સ્પ્રે છાંટીને સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું (Gang-raped with sedation spray)હતું. 37 વર્ષીય પીડિત મહિલાએ કોંધવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોંઢવા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી તેમની સામેગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના 9 ઓક્ટોબરે અંદ્રી વિસ્તારની એક સોસાયટીમાં રાત્રે 9 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી. પકડાયેલા આરોપીઓના નામ રાકેશ સતીશ આધવ (રહે. વિમાનનગર), મોહમ્મદ શાહનવાઝુદ્દીન સરવરુદ્દીન (રહે. ઔરંગાબાદ), મોહમ્મદ શરીફનવાઝ સરવરુદ્દીન (રહે. ઔરંગાબાદ) છે.

પોલીસ ફરિયાદ: આરોપી અને પીડિત મહિલા ઉંદ્રીની એક સોસાયટીમાં રહેતા હતા. 9 ઓક્ટોબરે સાંજે લગભગ 7 વાગ્યે મહિલાએ પોતાના રૂમમાં પાર્ટી કરી હતી. તેના કેટલાક મિત્રો પણ બહારથી આવ્યા હતા. પાર્ટી બાદ મહિલા તેના રૂમનો દરવાજો ખુલ્લો મૂકીને સૂઈ ગઈ હતી. તે જ સમય દરમિયાન, ત્રણ રૂમમેટમાંથી એકે તેના ચહેરા પર ઘેનનું સ્પ્રે છાંટી દિધુ હતું. મહિલા બેહોશ થઈ જતાં ત્રણેયએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. લગભગ દોઢ દિવસ પછી, જ્યારે મહિલા ફરીથી હોશમાં આવી, ત્યારે પોતાની સાથે કંઇક ખોટું થયું તેનો અહેસાસ થયો હતો. આ પછી તેણીએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details