ગુજરાત

gujarat

ETV Bharat / crime

સુરતમાં ચાલુ લક્ઝરી બસમાં પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું

સુરતના એક વિસ્તારમાં ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. મહિલાના પાડોશીએ ભાવનગર ખાતે રહેતા તેના પતિને મળવાનું કહીને ચાલુ બસના સ્લીપર કોચમાં ચપ્પુ બતાવી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જેથી પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં ચાલુ લક્ઝરી બસમાં પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું
સુરતમાં ચાલુ લક્ઝરી બસમાં પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું

By

Published : Feb 25, 2021, 8:31 PM IST

  • સુરતથી ભાવનગર જનારી ચાલુ બસમાં દુષ્કર્મ
  • ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા પર દુષ્કર્મ
  • પરિણીતા ભાવનગર પોતાના પતિને મળવા જતી હતી

સુરત: શહેરના એક વિસ્તારમાં સિલાઈ કામ કરતા એક શખ્સે પોતાની જ સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા ઉપર દાનત બગાડી હતી. પરિણીત મહિલા ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ મહિલાના ચાની લારી પાસે તે શખ્સ અવારનવાર આવીને ચાના બહાને ત્યાં બેસી રહેતો હતો. જો કે, તે શખ્સ સોસાયટીમાં જ રહેવાના કારણે પરિણીતા પણ તેની જોડે વાત કરતી હતી. બાદમાં પરણીતાએ પોતાના પતિને ભાવનગર ખાતે મળવા જવાની વાત કરતાં દુષ્કર્મ ગુજારનારાએ પણ પીડિત જોડે ભાવનગર જવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.

બસમાં કોચમાં એકલતાનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યું

બસમાં જે પ્રકારની ટિકિટ મળી હતી, તે ટિકિટ સ્લીપર કોચ હોવાથી બન્ને એક જ સ્લિપર કોચમાં સાથે હતા અને તે શખ્સે આ કોચનો ફાયદો ઉઠાવ્યો હતો. આ અંગે પરિણાતાએ આના કાની કરતાં આરોપીએ ચપ્પુ બતાવી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીએ બળજબરીપૂર્વક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં 29 સપ્ટેમ્બર, 5 ઓક્ટોબર, 14 ઓક્ટોબર 2019ના રોજ સુરતથી લક્ઝરી બસના સ્લીપર કોચમાં અને ઘરમાં પણ આરોપીએ પીડિત સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ પરિણીતાએ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details