કર્ણાટક: બેંગલોરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીની સોમવારે કોલેજ કેમ્પસમાં એક પાગલ પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવી હતી કારણ કે તેણીએ તેના પ્રેમ પ્રસ્તાવને નકારી કાઢ્યો (A Girl Stabbed to death in a Bengaluru college) હતો. મૃતકની ઓળખ લેસ્મિથ તરીકે થઈ હતી, જ્યારે આરોપી પવન કલ્યાણે પણ દુષ્કર્મ બાદ પોતાની જાતને ચાકુ માર્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:ફરીદાબાદ વિદ્યાર્થીનીની હત્યા મામલે દ્વારકાવાસીઓએ શ્રદ્ધાંજલિ આપી આરોપીને કડક સજાની કરી માંગ
એક પાગલ પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવી:આ ઘટના રાજનકુંટે નજીક ઇટાગલુરની પ્રેસિડેન્સી યુનિવર્સિટી કોલેજમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, લયસ્મિતાએ પવન કલ્યાણના પ્રસ્તાવનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો અને ગુસ્સામાં આવીને યુવક કોલેજ કેમ્પસમાં ઘુસી ગયો હતો અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો, જેનાથી તેણીને ગળાના ભાગે ઇજા પહોંચી હતી. આ પછી તેણે પોતાના પર છરીનો ઉપયોગ કર્યો હતો. રાજનુકુંટે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
આવો જ એક કિસ્સો
M.S યુનિવર્સિટીની વિદ્યાર્થીનીની હત્યા:વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનાં એક ગામમાં રહેતી અને એમ.એસ. યુનિવર્સિટીની વાણિજ્યક પ્રવાહમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિનીની ત્રણ દિવસ અગાઉ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઈ હતી. શનિવાર મોડી રાત્રે ચાણસદ નજીકના તળાવમાંથી ગુમ થયેલી આ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થિનીની હત્યા કરી, તેના હાથ પગ બાંધી મૃતદેહને પ્લાસ્ટીકમાં લપેટી તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થિની સાથે કોઇ જબજસ્તી થઇ છે કે, કેમ એ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
તળાવમાંથી મૃતદેહ મળ્યો:આ યુવતી એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. ત્રણ દિવસ પહેલા આ યુવતી ભેદી સંજોગોમાં ગુમ થઇ હતી. જેથી તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, પરંતુ તેની કોઇ ભાળ ન મળતા, આખરે તના પરિવારે પાદરા પોલીસમાં આ બાબતની જાણ કરી હતી. પોલીસે ગુમ થયેલી વિદ્યાર્થીનીની જાણવાજોગ અરજી સ્વીકારી લીધી હતી, પરંતુ કાર્યવાહીના નામે માત્ર સુકો દિલાસા સિવાય કઈ કર્યું ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જે બાદ શનિવાર મોડી રાત્રે ચાણસદ ગામની બ્લેક હેવન નામની સ્કીમ પાસેના તળાવમાંથી ભારે દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.