- અંકલેશ્વરમાં લૂંટેરી દુલ્હન ઝડપાઈ
- લગ્નના સ્વપ્ન બતાવી યુવાન પાસે રૂપિયા 13.15 પડાવ્યા
- શહેર પોલીસે બંગાળથી યુવતીની કરી ધરપકડ
ભરૂચ : જિલ્લામાં લગ્નના નામે પૈસા પડાવવાનો વધુ એક કિસ્સો બન્યો છે. અંકલેશ્વર (Ankleshwar) માં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના યુવકને બંગાળી મેટ્રોમોનિયલ સાઈટ (Bengali Metromonial Site) પર એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી. લગ્નવાંચ્છુક યુવકને આ યુવતીએ લગ્નની લાલચ આપીને રૂપિયા 13.79 લાખ પડાવી લીધા હતા. ભેજાબાજ યુવતી (Masterminded woman) એ લગ્ન કરવાની ના પાડીને રૂપિયા પરત ન કરતા આખરે આ મામલો શહેર પોલીસ મથકમાં નોંધાયો હતો. શહેર પોલીસે યુવતીની ધરપકડ (arrest) કરીને વધુ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો : જામનગરઃ શિક્ષિકા સાથે લાખોની છેતરપીંડી આચરનાર નાઈજીરીયન ઝડપાયો
યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ ઉપર લગ્ન કરવાની હામી ભરી
અંકલેશ્વરના યુવકે લગ્ન માટે બંગાળી મેટ્રોમોનિયલ સાઈટ (Bengali Metromonial Site) પર પોતાનું એકાઉન્ટ ખોલાવીને રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ સાઈટ પર તેને એક યુવતી સાથે પરિચય થયો હતો. યુવતીનો ફોટો પસંદ પડતા યુવકે તેની સાથે વાતચીત શરૂ કરી હતી અને વોટ્સએપ દ્વારા રસભર વાતચીતનો દોર આગળ વધ્યો હતો.