અંબાજી(બનાસકાંઠા): જિલ્લાના આબુરોડ રિકો પોલીસ સ્ટેશને સતત બીજા દિવસે મોટીકાર્યવાહીહાથ ધરી છે.(143 kg silver caught from private bus) પોલીસે નાકાબંધી દરમિયાન ચેકિંગ દરમિયાન બસમાંથી 143 કિલો 200 ગ્રામ ચાંદી મળી આવી હતી. તેની કિંમત 86 લાખની આસપાસ આંકવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચાંદી આગ્રાથી અમદાવાદ લઈ જવામાં આવી રહી હતી. હાલ તો પોલીસે ચાંદીનો જથ્થો કબજે કરી તપાસ શરૂ કરી છે.
ખાનગી બસમાંથી 143 કિલો ચાંદી મળી , આગ્રાથી અમદાવાદ લઈ જવામાં આવી રહી હતી - 143 kg silver caught from private bus
ગુરુવારે મોટી કાર્યવાહી કરતા સિરોહી પોલીસે નાકાબંધી દરમિયાન(143 kg silver caught from private bus) એક ખાનગી બસમાંથી 143 કિલો 200 ગ્રામ ચાંદી જપ્ત કરી હતી. તેની કિંમત 86 લાખની આસપાસ આંકવામાં આવી રહી છે. આ ચાંદી આગ્રાથી અમદાવાદ લઈ જવામાં આવી રહી હતી.
ચાંદીના ઘરેણા મળી આવ્યા:રિકોના SHO હરચંદ દેવાસીએ જણાવ્યું હતુ કે, "ગુરુવારે સવારે માવલ ચોકી પર નાકાબંધી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ચોકીના સ્ટાફે ખાનગી ટ્રાવેલ્સની બસને રોકીને તલાશી લેતા સીટની નીચે બોક્સ બનાવીને કેટલાક પેકેટ સંતાડવામાં આવ્યા હતા. આ અંગે જ્યારે તેને ખોલીને જોયું તો તેમાં ચાંદીના ઘરેણા મળી આવ્યા હતા. આ અંગે હેડ કોન્સ્ટેબલ કિશનલાલે તાત્કાલિક પોલીસ અધિકારીને જાણ કરી અને ચાંદી જપ્ત કરી લીધી. પોલીસે જણાવ્યું કે જપ્ત કરાયેલી ચાંદીની કિંમત અંદાજે 86,00,000 આંકવામાં આવી રહી છે."
અમદાવાદમાં ડિલિવરી:એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ચાંદી આગ્રાથી બનાવવામાં આવી હતી જે અમદાવાદમાં ડિલિવરી થવાની હતી. આ અંગે બસ ચાલકને પૂછવામાં આવતા તેઓ પણ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. હાલ પોલીસે ચાંદી અને બસ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.