ગુજરાત

gujarat

ETV Bharat / city

સયાજીગંજ પોલીસ સ્ટેશનની નજીકના કોમ્પ્લેક્સમાં 19 વર્ષીય યુવકની બેરહેમ હત્યા - Vadodara Crime News

વડોદરામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનથી (sayajigunj police station) નજીકના કોમ્પ્લેક્સમાં (Alankar Tower Complex) 19 વર્ષીય યુવકની કરૂણ હત્યા થઈ હોવાનું સામે (youth murdered near sayajigunj police station) આવ્યું છે. અહીં કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આ યુવકના હાથપગ બંધાયેલી હાલતમાં મૃતદેહ (Vadodara Crime News) મળ્યો હતો.

સયાજીગંજ પોલીસ સ્ટેશનની નજીકના કોમ્પ્લેક્સમાં 19 વર્ષીય યુવકની બેરહેમ હત્યા
સયાજીગંજ પોલીસ સ્ટેશનની નજીકના કોમ્પ્લેક્સમાં 19 વર્ષીય યુવકની બેરહેમ હત્યા

By

Published : Oct 5, 2022, 11:52 AM IST

વડોદરાશહેરમાં દિવસેને દિવસે ગુનાઓની સંખ્યા વધતી (Vadodara Crime News) જાય છે. ત્યારે હવે સયાજીગંજ પોલીસ સ્ટેશનથી નજીકમાં આવેલા અલંકાર ટાવરના કોમ્પલેક્સના (Alankar Tower Complex) બેઝમેન્ટમાંથી 19 વર્ષીય યુવકનો હાથપગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો (youth murdered near sayajigunj police station) હતો. યુવક પર ખૂબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે (sayajigunj police station) ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ (Vadodara Crime News)હાથ ધરી છે.

બેઝમેન્ટમાં લોહીલુહાણ મૃતદેહ મળ્યો વડોદરામાં ગુનેગારોમાં પોલીસની કોઈ ધાક રહી નથી તેવું આ ઘટનાને જોતા લાગી રહ્યું છે. અહીં માંજલપૂર વિસ્તારમાં રહેતા 19 વર્ષીય દક્ષ વસુભાઈ પટેલ રાત્રે 11 વાગ્યાથી ગુમ થયો હતો. તે એમએસ યુનિવર્સિટીમાં બીકોમના બીજા વર્ષમાં ભણતો હતો. ગુમ થતા દક્ષના માતાપિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં (sayajigunj police station) આ અંગેની જાણ કરી હતી. જોકે, ઘટનાના બીજા જ દિવસે અલંકાર ટાવરના બેઝમેન્ટમાં (Alankar Tower Complex) આવેલા છેવાડાની જગ્યાએતેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બેઝમેન્ટમાં લોહીલુહાણ મૃતદેહ મળ્યો

પોલીસ સ્ટેશનની નજીકનો બનાવ આ ટાવરમાં ટ્યૂશન ક્લાસીસ, કેફે, રેસ્ટોરાં જેવી અનેક દુકાનો આવેલી હોવાથી અહિંયા લોકોની ભારે ચહલપહલ રહે છે. લોકોની મોટી સંખ્યામાં અવર જવર વચ્ચે આજે અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી દક્ષ પટેલનો મૃતદેહ મળ્યો હતો. તેના હાથ પગ દોરડી વડે બાંધેલી હાલતમાં હતા. જ્યાં સામાન્ય વ્યક્તિ જતા પણ ડરે તેવી જગ્યાએથી તેનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. એટલું જ નહીં આ જગ્યા સયાજીગંજ પોલીસ મથકથી (sayajigunj police station) બિલકુલ નજીક આવેલી છે.

મૃતક સાંજે કયો હતો કેફેટેરિયામાં યુવકના મૃતદેહ પર એટલા ઘાતકી ઘા મારવામાં આવ્યા હતા. આખો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં હતો. સાથે જ યુવકની પેટના ભાગે ગંભીર ઈજા હતી. મૃતક યુવક સાંજે તેના મિત્ર સાથે કેફેટેરિયામાં ગયો હોવાનું પોલીસના ધ્યાને આવતા તેની અટકાયત કરીને સઘન પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details