વડોદરાશહેરમાં પતિ પત્ની ઔર વોના મામલામાં વડોદરામાં જાહેર માર્ગ (Public road Vadodara) પર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પતિના આડા સંબંધની વાતની જાણ પત્નીને થતાં જ બાળકો સાથે યુવતીના ઘરે પહોંચી (Women Fighting in Public road) હતી, જ્યાં પતિ અને યુવતીને રંગેહાથે ઝડપી પાડ્યા હતા CCTVમાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે, કેવી રીતે યુવતીને પત્ની અને બાળકો માર મારે છે. અચાનક જ આવીને યુવતી પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવતી હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલ (Vadodara Private Hospital) ખસેડવામાં આવી છે. મારામારી અંગે યુવતીએ પોલીસ ફરિયાદ (Vadodara Police) પણ નોંધાવી છે.
શંકાના આધારે ઝઘડો શહેરના વાઘોડિયા રોડ (Vadhodiya Road Vadodara) પર યુવાન મહિલા મિત્રને મળવા દેડિયાપાડાના આધેડ પહોંચ્યા હતા. તે દરમિયાન બંનેના સંબંધો અંગે શંકા હોવાથી આધેડની પત્ની, પુત્રી અને બનેવી પણ યુવતીના ઘેર પહોંચી યુવતીને વાળ પકડીને માર માર્યો હતો. જ્યારે પત્નીના બનેવી અને તેમની સાથે આવેલા શખ્સે પણ માર માર્યો હતો. આ ઘટનામાં યુવતીને ઇજા પહોંચતાં પહેલાં સયાજી હોસ્પિટલ ત્યારબાદ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાઈ હતી.