વડોદરાનાં રિલાયન્સ સ્ટેડિયમમાં બુધવારથી યજમાન ભારત અને મહેમાન સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝની શરૂઆત થઈ રહી છે. બંને દેશની મહિલા ક્રિકેટરો વડોદરા આવી પહોંચી હતી અને તેમણે અલગ-અલગ સેશનમાં પ્રેક્ટિસ કરી હતી. સોમવારે સવાર-સાંજ તેમજ મંગળવારે સવારે બંને ટીમોના ખેલાડીઓએ બૅટીંગ, બૉલિંગ તેમજ ફિલ્ડીંગની પ્રેક્ટિસ કરી હતી.
ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ બની વડોદરાની મહેમાન, બુધવારે બંને ટીમ વચ્ચે ખરાખરીની જંગ - Latest news of Mitali raj
વડોદરા: સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટિમ ભારતના પ્રવાસે છે. સુરત ખાતે T-20 મૅચની સિરીઝ પુરી થયા બાદ વડોદરાના રિલાયન્સ ક્રિકેટ મેદાનમાં બુધવારથી શરૂ થતી ત્રણ વન-ડે મૅચ માટે ભારતીય અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વડોદરા આવી પહોંચી હતી. ભારતીય મહિલા ટીમે T-20 સિરીઝ જીત્યા બાદ વન-ડે સિરીઝ જીતવાના નીર્ધાર સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે સાઉથ આફ્રિકાની મહિલા ટીમ પણ જુસ્સા સાથે સિરીઝ જીતવા માટે કમર કસશે. બંને ટીમોએ રિલાયન્સ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ અભ્યાસ કર્યો હતો.
બંને ટીમના મેનેજરે સુકાની સાથે આગામી વન-ડે સિરીઝમાં આયોજન વિશે જણાવ્યું હતું. સાઉથ આફ્રિકાઈ મહિલા ટિમની કપ્તાન સુન લુસ અને મેનેજર હિલટન મોરિંગએ પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે ભારતના હવામાનમાં રમવા માટે ટેવાઈ રહ્યા છીએ. આ સિરીઝ અમારા માટે ખૂબ પડકાર જનક રહી છે અને ટીમમાં નવા ચહેરાઓને આ સિરીઝમાં ઘણું શીખવા મળ્યું છે".
ભારતીય ટીમના કૉચ ડબ્લ્યુ.વી રમણ તેમજ કપ્તાન મિતાલી રાજે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમારી ઓપનર સ્મૃતિ મંધાના ઇજાગ્રસ્ત હોવાથી અમને તેની ખોટ પડશે, પરંતુ અમારી પાસે ઓપનિંગનો વિકલ્પ હોવાથી અમે ઓલ રાઉન્ડરને તક આપી રહ્યા છીએ. આ સિરીઝની ગણના આઇસીસીની ઓફીશિયલ ટૂર્નામેન્ટ ન હોવાથી અમે નવા ખેલાડીને તક આપીશું".