- રેલવે સ્ટેશન પર અકસ્માતની ઘટના સામે આવી
- ટ્રેનમાંથી ઉતરતા સમયે મહિલા લપસી
- પોલીસ કોન્સ્ટેબલે સમયસુચકતા વાપરીને મહિલાને બચાવી
વડોદરાઃ શહેરમાં રેલવે સ્ટેશન પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રવિવારના રોજ સુર્યનગરી એક્સપ્રેસમાંથી ઉતરતી વેળાએ એક મહિલા લપસી હતી. જોકે, મહિલા નીચે પડે તે પહેલા જ પોલીસ કોન્સ્ટેબલે સમયસુચકતા વાપરીને મહિલાને બચાવી હતી. જેને કારણે દુર્ઘટના ટળી હતી. પોલીસ કર્મી મહિલા માટે દેવદુત બનીને આવ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે.
વડોદરામાં સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરતા સમયે મહિલા લપસી આ પણ વાંચોઃ મુંબઇના થાણેમાં રેલવે કર્મીએ બાળકનો જીવ બચાવ્યો, રેલવે પ્રધાને કરી પ્રશંસા
મહિલા ભુલથી આ ટ્રેનમાં ચઢી ગઈ હતી
સુર્યનગરી ટ્રેનમાંથી એક મહિલા ઉતરતી હતી ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. મહિલાને પશ્ચિમ એક્સપ્રેસમાં કોટા જવાનું હતું. પરંતુ તેઓ સુર્યનગરી ટ્રેનમાં ભુલથી ચઢી ગયા હતા. ખોટી ટ્રેનમાં આવી ગયા હોવાનું મહિલાના ધ્યાને આવતા તેઓએ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા ટ્રેનમાંથી ઉતરવા જાય તે દરમિયાન ટ્રેન ચાલુ થઇ ગઇ હતી અને મહિલા ઉતરવા જતા લપસી પડી હતી. દરમિયાન સ્થળ પર હાજર LCBના મહેન્દ્ર પટેલે સમયસુચકતા વાપરીને તુરંત મહિલાને બચાવી લીધી હતી. એક પોલીસ કર્મીની સુમયસુચકતાને કારણે દુર્ઘટના ઘટતી ટળી હતી. ઘટના બાદ મહિલાએ પોલીસ કર્મીનો આભાર માન્યો હતો.