- વડોદરાના કલાકારો આર્ટ ગેલેરીની માંગણી કરી ત્રીજી વખત ફૂટપાથ પર કલા પ્રદર્શન
- 50થી વધુ કલાકારોએ સુસાગર પર કર્યું હતું કલા પ્રદર્શન
- ગેલેરી નહીં તો આવનારા સ્વરાજ્ય ચૂંટણીમાં વોટ પણ નહીં કલાકારોએ ચિમકી ઉચ્ચારી
વડોદરા : શહેરના મોટાભાગના લાલીતકલા એવોર્ડ લેકરના સુસાગર પાસે ફૂટપાથ પર ત્રીજી વખત વિરોધ વ્યક્ત કરી પ્રદર્શન કર્યું હતું.જેમાં ફોટોગ્રાફર એસોસિએશન,ફોટોગ્રાફર ક્લબ અને રંગોલી ના કલાકારો જોડાયા હતા. શુંસાગરના ફેન્સીંગમાં તેમના વર્ષોની મેહનત અને સમય લાગતાં એવા કલાઓ ,ફોટોગ્રાફ્સ ફૂટપાથ પર મુક્યા હતા. યુવાન કલાકારો પર આ અભિયાનમાં જોડાયા હતા. એક બાળકીનું કેવું છે. આ મારું પહેલું એકઝિબીશેન છે. મૈ ક્યારેય વિચાર્યું ન હતું કે મારા ચિત્રોને ફૂટપાથ પર પ્રદર્શન કરીશ કેમ કે અમારા વડોદરામાં આર્ટ ગેલેરી જ નથી. છેલ્લે વડોદરાના કલાકારો એસોસિએશને નક્કી કર્યું હતું. આવનારી સ્વરાજ્યની ચૂંટણીમાં અમારું આર્ટ ગેલેરી નહીં મળે તો વોટિંગ બટન નહીં દબાવીશું.