ગુજરાત

gujarat

By

Published : Mar 19, 2021, 9:48 PM IST

ETV Bharat / city

ધૂળેટીએ પબ્લિક ગેધરીંગ નહીં થાય થવા દઈએઃ DGP

રાજ્યના DGP આશિષ ભાટિયા વડોદરાના મહેમાન બન્યા હતા. અહીં તેમણે પોલીસ વિભાગના વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. અહીં DGPએ રાજ્યની વિવિધ સમસ્યાઓ અને રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કાયદા અંગે માહિતી આપી હતી.

ધૂળેટીએ પબ્લિક ગેધરીંગ નહીં થાય થવા દઈએઃ DGP
ધૂળેટીએ પબ્લિક ગેધરીંગ નહીં થાય થવા દઈએઃ DGP

  • ધૂળેટી પર પબ્લિક ગેધરીંગ નહીં થવા દઈએઃ DGP
  • રાજ્યના DGP વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા
  • DGPએ હરણી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરનું ઉદ્ધાટન કર્યું
  • ધૂળેટીમાં 4થી વધુ લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રખાશેઃ DGP

વડોદરાઃ હાલની પરિસ્થિતિ અને તેને પહોંચી વળવા માટે પોલીસની રણનીતિ અંગે DGP આશિષ ભાટિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ધૂળેટીના તહેવારમાં કોઈ પણ જગ્યાએ પોલીસ પબ્લિક ગેધરીંગ નહીં થવા દે. ધૂળેટીના તહેવાર પર પાબંધી લાગી શકે તેવી પણ શક્યતા છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પોલીસ વેલફર ફંડ અંતર્ગત યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન કર્યું હતું ત્યારે તેમણે હરણી પોલીસ સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવેલા ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરનું ઉદ્ધાટન કર્યું હતું. તેમજ 82 જેટલા ફરિયાદીઓને 10.55 લાખ રૂપિયાની કિંમતની વસ્તુઓ પરત કરી હતી.

રાજ્યના DGP વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા
આ પણ વાંચોઃસુરતમાં આવતીકાલે શનિવારથી રાત્રે 9થી સવારે 6 સુધી કરફ્યૂ

પોલીસ રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ કરાવી રહી છે: DGP

DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020માં કોરોનાની વણસી ઉઠેલી પરિસ્થિતિને અનુલક્ષી લોકોના આરોગ્યની ચિંતા સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી પોલીસે કામગીરી કરી હતી. જોકે, થોડા સમય બાદ પોલીસને રિલેક્સ થવાનો પણ સમય મળ્યો હતો, પરંતુ ફરી એક વખત કોરોના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ થાય તેનું પોલીસ ધ્યાન રાખી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પરિસ્થિતિને જોતા રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચોઃરાજકોટમાં આજે ગુરુવારથી રાત્રે 10 વાગ્યા બાદ કરફ્યૂ જાહેર

ABOUT THE AUTHOR

...view details