ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં બે જગ્યાએ પાણીની લાઈનમાં ભંગાણ, પાણીનો થયો વેડફાટ - પાણીનો બગાડ

વડોદરા શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ વિસ્તારમાં બે જગ્યા પર પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સામાજિક કાર્યકરે તંત્ર સામે નારાજગી દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો.

છેલ્લાં એક અઠવાડિયાથી બે સ્થળોએ પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું
છેલ્લાં એક અઠવાડિયાથી બે સ્થળોએ પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું

By

Published : Apr 16, 2021, 4:42 PM IST

  • છેલ્લાં એક અઠવાડિયાથી બે સ્થળોએ પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું
  • હજારો લીટર પાણીનો થયો વેડફાટ
  • સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર રહી ગયો

વડોદરા:અવાર-નવાર સમસ્યાઓથી ઘેરાયેલા રહેતા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક સમસ્યાએ માઝા મૂકી છે. છેલ્લા એક અઠવાડિયાથી બે જગ્યાએ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. તેમ છતાં સમાર કામગીરી નહીં કરવામાં આવતા ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે.

આ પણ વાંચો:રૂપિયા રળવા સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી અણઘડ કરતાં ગટરના પાણી ઘરોમાં ઊભરાશે: કોંગ્રેસ

50 ટકા સ્ટાફ સાથે પાલિકાની કામગીરી ચાલી રહી હોવાથી સમારકામમાં વિલંબ

વડોદરા શહેરમાં એક તરફ વહીવટી તંત્ર કોરોનાની પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યું છે. 50 ટકા કર્મચારીઓના સ્ટાફ સાથે પાલિકામાં કામગીરી ચાલી રહી છે ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. જેનું સમારકામ કરવામાં વિલંબ થતા દરરોજ પાણી વિતરણના સમયે હજારો લીટર ચોખ્ખું પીવાનું પાણી ડ્રેનેજમાં વહી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:વડોદરાના શ્રદ્ધાપાર્ક સોસાયટી પાસે પાણીની પાઈપમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું

પ્રાથમિક સુવિધાઓ આપવા તંત્ર નિષ્ફળ નીવડયા હોવાના આક્ષેપ થયા

આ અંગે માહિતી આપતા સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ પાસે પારસમણી સોસાયટી, જી.એન.પટેલ સ્કૂલ પાસે બે જગ્યાઓ પર છેલ્લા કેટલાક સમયથી પાણીની લાઈન લીકેજ થઈ છે. આ જગ્યાએ પહેલાં પણ લાઈન લિકેજ હતી ત્યાં રિપેરીંગ કરવામાં આવ્યું હતું પરંતુ અણઘડ કામગીરી કરતા પાલિકા તંત્રના કારણે આ જગ્યાએ ફરીથી લીકેજ થયું છે અને છેલ્લા એક અઠવાડિયાથી પાણીનો બગાડ થઇ રહ્યો છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર

હાલ કોરોના મહામારી દરમિયાન પણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર રહી ગયો છે. પ્રાથમિક સુવિધા અને પીવાના પાણીની પડતી તકલીફો દૂર કરવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું હોવાનું સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details