- વડોદરા શહેરના સ્થાનિક લોકો સાથે વોર્ડ ચૌપાલ
- ચૂંટણી જાહેર થતા નાગરિકોના કોર્પોરેશન કાઉન્સિલર સામે આક્ષેપ
- વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર-19ના રહીશો સાથે ETV BHARATની વાતચીચ
વડોદરાઃ શહેરના કોર્પોરેશનના વોર્ડ નંબર-19 વિસ્તાર એટલે મકરપુરા, મકરપુરા ગામ, માણેજા, તરસાલી, સુસેન સહિતનો વિસ્તારની સોસાયટીઓનો સમાવેશ થાય છે. જેમાં 4 ભાજપના કાઉન્સિલર છે, જે ભાજપના જૈમીન અમીન, જીવરાજ ચૌહાણ, કામિનીબેન સોની, ભાવનાબેન પાટણવાડીયા કોર્પોરેટર છે.
વોર્ડ નંબર-19ની સમસ્યા
વોર્ડ નંબર-19 માંજલપુર વિધાનસભાના રાજ્ય પ્રધાન યોગેશ પટેલ ધારાસભ્ય છે. મકરપુરા, મકરપુરા ગામ, માણેજા, તરસાલી, સુસેન સહિતની સોસાયટીઓનો સમાવેશ આ વોર્ડમાં થાય છે. વિસ્તારની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક કે જીવન જરૂરિયાત પીવાનું ચોખ્ખું પાણી નાગરિકોને મળતું નથી. પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળીને આવે છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરાની ગાડી આવતી નથી, ડ્રેનેજ ઉભરાય છે, રોડ રસ્તા ખરાબ છે રસ્તા પર ગાબડા પડયા છે અને આ વોર્ડ પૂર્વ ડેપ્યૂટી મેયર જીવરાજ ચૌહાણનો છે છતાં પણ અન્ય કોઈપણ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી નથી.