ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટરો અને નેતાઓ વચ્ચે નાસ્તાને લઈને ધીંગાણાના ઢોલ યથાવત્ - VMC Breakfast Controvers

વડોદરા મહાનગરપાલિકામાં નાસ્તા બાબતે રકઝક (VMC Breakfast controversy) એક શાંત થાય ત્યાં બીજી ઉભી થાય છે, ત્યારે ફરી એકવાર મહિલા કોર્પોરેટરો અને નેતા વચ્ચે નાસ્તાનો લઈને તું તું મેં મેં સામે આવી છે. એવું પણ બહાર આવ્યું છે કે જેને વધુ નાસ્તો કરવો હોય તે ઘરેથી ટિફિન લઈને આવે.

વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટરો અને નેતાઓ વચ્ચે નાસ્તાને લઈને ધીંગાણાના ઢોલ યથાવત્
વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટરો અને નેતાઓ વચ્ચે નાસ્તાને લઈને ધીંગાણાના ઢોલ યથાવત્

By

Published : Jun 22, 2022, 3:43 PM IST

વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં ભાગ્યે જ ક્યારેક શાંતિ જોવા મળતી હોય છે. હજુ થોડા સમય પેલા મહાનગરપાલીકામાં મેયર, ડે. મેયર સહિતના હોદ્દેદારોના ચા અને નાસ્તાના બિલના વિવાદનો અંત આવ્યો હતો. ત્યાં મહાનગરપાલિકામાં ફરી એકવાર નાસ્તાને લઈને રકઝક સામે આવી છે. ભાજપના મહિલા કોર્પોરેટરો અને પક્ષના કોર્પોરેટરો વચ્ચે નાસ્તો મગાવવા બાબતે રકઝક સામે આવી છે. કાઉન્સિલરોએ નાસ્તો મગાવવા કહેતાં નેતાએ 500થી વધારાનો નાસ્તો નહીં આવે અને બીજો નાસ્તો કરવો હોય તો ઘરેથી ટિફિન લઈને આવો તેમ કહેતાં મહિલા કોર્પોરેટરોએ સ્થાયી અધ્યક્ષને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો :વડોદરા પાલિકા દ્વારા સિંધરોટ પાણી પુરવઠા યોજનાનો ટ્રાયલ રન લેવાયો

નાસ્તા માટે રકઝક -ભાજપ શાસિત વડોદરા મહાનગરપાલિકામાં શાસક પક્ષના (VMC Breakfast Controversy) નેતાએ વિચિત્ર ફરમાન કર્યું છે. જે મુજબ 500 રૂપિયાથી વધુનો નાસ્તોકરવો હોય તો ઘરેથી ટિફિન લાવવાનું રહેશે તેવું જાણવા મળ્યું હતું. ભાજપના શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચીયા સાથે ભાજપની મહિલા કોર્પોરેટરોને નાસ્તા માટે રકઝક થઈ હતી. જે બાદ સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે નાસ્તો (Vadodara Councilors Controversy) મંગાવી મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો :Stray cattle in Vadodara: શા માટે આંખ ગુમાવનારના પરિવારે પાલિકાને વળતર માટે નોટીસ આપી

સામાન્ય સભામાં નાસ્તો - ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા (Vadodara Corporation General Meeting) હોય ત્યારે વર્ષોથી સભા દરમિયાન ભાજપના કાઉન્સિલરોમાટે પક્ષના કાર્યાલયમાંથી નાસ્તાની વ્યવસ્થા કરાતી હોય છે. જોકે મહિલા કોર્પોરેટરોએ સ્થાઈ સમિતિના અધ્યક્ષને રજુઆત કરતા તેમણે મામલો થાળે પાડ્યો હતો. પરંતુ મહત્વનું એ છે કે સતાધીશો જો આવી નાની વાતો ઝગડાઓ (Vadodara General Meeting Controversy) કરતા હોય તો પ્રજા માટે તો ગેંગેફેંફે હશે ને ?

ABOUT THE AUTHOR

...view details