વડોદરા:વડોદરા શહેરના ધારાસભ્ય અને મહિલા તથા બાળકલ્યાણ વિભાગનારાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલના માર્ગદર્શન હેઠળ શહેરના આજવા રોડ વિસ્તારના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના સુશાસન સપ્તાહના રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, તો પ્રધાનના કાર્યક્રમમાં જ કોરોના ગાઈડલાઈનના ધજાગરા (Violation of Corona guideline) ઉડ્યા હતા.
અનેક પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં રાજયકક્ષાના પ્રધાન મનીષા વકીલ, મેયર કેયુર રોકડીયા, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના અધ્યક્ષ તેમજ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં વિભાગ દ્વારા બનાવવામાં આવેલી 5 જેટલી મહિલા સહાયક એપ, ટોલ ફ્રી નંબર અને મોબાઈલ પોર્ટલનું વિમોચન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત સગર્ભા માતાઓને પોષણકીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી આદેશો, ગંગા સ્વરૂપાના પુનઃ લગ્ન યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય જેવા લાભોનું અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય કેન્દ્રનું ઈ-લોકાર્પણ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખાખરિયા અને મેવલીના આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનુ ઇ લોકાર્પણ કરાયું હતું, તો સાથે સાથે પાદરા તાલુકાના ડબકા પેટા આરોગ્ય કેન્દ્રની નવીન ઇમારતનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનના કાર્યક્રમમાં નેતાઓ માસ્ક પહેરવાનું ભૂલ્યા