વડોદરા:વડોદરાના સમા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં થયેલી પાર્ટી (Drug Case Vadodara) બાદ એક યુવાનનું શંકાસ્પદ સ્થિતિમાં (Vadodara police suspected Death Case) મૃત્યું થતા ચકચાર મચી છે. આ યુવાન નિવૃત સૈન્ય જવાનનું પુત્ર હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં મૃત્યું પામનાર વિવેકનો એક વીડિયો સામે (Viral Video of Vivek Drug Case) આવ્યો છે. જેમાં તે ડ્રગ ડીલર (Vadodara Drug dealer) સામે એવી કબૂલાત કરે છે કે, તે સામેથી આવ્યો છે. એને કોઈએ બોલાવ્યો નથી. ડ્રગ ડીલરે કબૂલાત કરાવી હતી. જ્યારે સમગ્ર કેસ સામે આવ્યો ત્યારે આ કેસમાં પોલીસને દારૂ કે કેફી દ્રવ્યના ઓવરડોઝથી મૃત્યું થયાની આશંકા હતી. જોકે, વીડિયો સામે આવતા વિવેકે ડ્રગનું સેવન કર્યાનું સ્પષ્ટ થાય છે.
આ પણ વાંચો: પ્રેમિકા સાથે મોજશોખ કરવા આંગડિયા પેઢીમાં કર્મચારીએ કરી આ રીતે લાખોની છેતરપીંડી
ડ્રગ નેટવર્કની આશંકા:આ કેસમાં મૃતકના મિત્ર વર્તુળમાંથી એક વાત સામે આવી છે કે, બલજીત અને નેહા છુપી રીતે ડ્રગ નેટવર્ક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. બલજીત ડિફેન્સ કોલોનીમાં પોતાના ઘરેથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ વેચવાનો ધંધો કરતો હતો. જેમં નેહા અને ભંડારી પણ જોડાયેલા હતા. જે મૂળ ડ્રગ ડીલેવરીનું કામ કરતા હતા. ક્રાઈમબ્રાંચની ડાયરીમાં આ ત્રણેય વ્યક્તિઓના નામ ડ્રગ કેસમાં લખાઈ ચૂક્યા છે. પોતાના સ્વ બચાવ માટે વીડિયો ઊતાર્યો હશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સંજય રાઉતની મુશ્કેલી વધી, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
તપાસ ચાલું:આ કેસમાં વિવેકનું મૃત્યું ડ્રગ ઓવરકેસથી થયું છે કે કેમ એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પણ એની માતા એવો દાવો કરે છે કે, એની ઈરાદાપૂર્વક હત્યા કરવામાં આવી છે. વિવેકના પિતાએ ફરિયાદ કરવાનો ઈન્કાર કરી દેતા પોલીસની સ્થિતિ કફોડી થઈ છે. એવું સુત્રોમાંથી જાણવા મળે છે. વીડિયોમાં એ કહે છે કે, મૈં ખુદ માલ લેકે આયા હું.