- કોરોના કાળમાં SSG હોસ્પિટલમાં સૌથી મોટી Covid Care Facility તૈયાર કરાઈ હતી
- માનવ અંગ – પગના પંજા જેવો દેખાતા અંગને હોસ્પિટલમાંથી તાણીને કુતરો બહાર લાવે છે
- આ પ્રકારની ગંભીર બેદરકારી કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે
વડોદરા : SSG હોસ્પિટલ વડોદરાની જ નહીં, પરંતુ મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણવામાં આવે છે. SSG હોસ્પિટલ તંત્ર (Hospital management)ની અગાઉ કેટલીય વખત બેદરકારી સામે આવી હતી. શનિવારે વધુ એક વખત હોસ્પિટલ તંત્ર (Hospital management)ની ગંભીર બેદરકારી સામે આવી હતી.
SSG Hospital Vadodara: પોસ્ટમોર્ટમ રૂમ સામે રસ્તા પર માનવ અંગ આરોગતો કુતરો આ પણ વાંચો :Delta Plus Variant in Gujarat - વડોદરામાં 38 વર્ષીય પરપ્રાંતીય મહિલા થયા હતા સંક્રમિત
સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા (Social media) માં વાયરલ
હોસ્પિટલમાંથી દરરોજ મોટી માત્રામાં બાયોમેડીકલ વેસ્ટ (Biomedical waste) નિકળે છે. જેને પોસ્ટમોર્ટમ રૂમ (Postmortem room) પાસે બેગોમાં ભરીને મૂકવામાં આવે છે અને નિયત પદ્ધતિ પ્રમાણે તેનો નિકાલ કરવામાં આવે છે, પરંતુ શનિવારે હોસ્પિટલ તંત્ર (Hospital management)ની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં એક કુતરો માનવ અંગ (Human organ) – પગના પંજા જેવા દેખાતા અંગને હોસ્પિટલમાંથી તાણીને બહાર લાવે છે અને SSG હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ (Postmortem room)ની સામે રસ્તા પર તેને બચકા ભરીને ખાવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા (Social media) માં વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો : વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન, ડોક્ટરો હડતાલ પર
SSG હોસ્પિટલ દ્વારા ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહી કરવી જોઇએ
સમગ્ર ઘટનાને નજરે જોનારા લોકોમાં હોસ્પિટલ તંત્ર (Hospital management) સામે રોષની લાગણી જોવા મળી રહી હતી. સમગ્ર ઘટના અંગે હોસ્પિટલ તંત્ર તરફથી કોઇ સત્તાવાર રીતે માહિતા પ્રાપ્ત થઇ શકી નથી, પરંતુ આ પ્રકારની ગંભીર બેદરકારી કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી માગ ઉઠી રહી છે. SSG હોસ્પિટલ તંત્ર (Hospital management) દ્વારા આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહી કરવી જોઇએ.