ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની હરણી મેટ્રો હોસ્પિટલમાં વેન્ટિલેટરની ચોરી

વડોદરા શહેરમાં બંધ મકાનોથી ચોરી થયાના અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ કોરોના જેવા કપરા કાળ દરમિયાન હોસ્પિટલમાંથી વેન્ટિલેટરોની ચોરી થયાનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવતા હોસ્પિટલના ડોક્ટરે હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હરણી પોલીસ સ્ટેશન
હરણી પોલીસ સ્ટેશન

By

Published : Mar 24, 2021, 7:52 AM IST

  • વડોદરાની મેટ્રો હોસ્પિટલમાં વેન્ટિલેટરની ચોરી
  • 7.50 લાખના 2 વેન્ટિલેટરની ચોરી થઇ
  • પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા

વડોદરા : શહેરમાં આજવારોડ પર આવેલ નવજીવન સોસાયટીમાં 57 વર્ષીય ડોક્ટર કમલેશ નટુ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓ છેલ્લા 13 વર્ષથી હરણી વિસ્તારની મેટ્રો હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરે છે. મેટ્રો હોસ્પિટલમાં હાલ રિનોવેશનનું કામ ચાલતું હોવાથી હોસ્પિટલમાંથી થોડા માણસોને છુટા કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાલ ફક્ત એડમિસ્ટ્રેશન અને મેન્ટેનશનો સ્ટાફ કાર્યરત છે. તા. 5 જાન્યુઆરીથી હોસ્પિટલમાં રિનોવેશનનું કામ ચાલુ થતા હોસ્પિટલ બંધ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : કોયલી ખાતે આવેલી શિવમ રેસીડેન્સીમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન વધુ એક વખત ચોરી

રિનોવેશનનું કામ ચાલુ હોવાથી હોસ્પિટલ બંધ હતી


રિનોવેશનના ચાલતા કામના કારણે હોસ્પિટલ બંધ હોવાથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ બાયો મેડિકલ રૂમમાં મેડિકલને લગતા મોનિટર, 4 વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને સિરઝિ પંપ તેમજ અન્ય વસ્તુઓ મૂકી હતી. તા. 8 ફેબ્રુઆરીએ બાયો મેડિકલ રૂમમાં જઇને તપાસ કરતા મેડિકલનો સામાન મળ્યો હતો. તે દરમિયાન ગતરોજ બાયો મેડિકલ રૂમમાં જઇ તપાસ કરતા બે વેન્ટિલેટરની ચોરી થઇ હોવાનું જણાઈ આવ્યું હતું.

હરણી મેટ્રો હોસ્પિટલમાં વેન્ટિલેટરની ચોરી

આ પણ વાંચો : વડોદરાઃ શિયાળાની શરૂઆતમાં તસ્કરો ત્રાટક્યા, 13.5 લાખની લૂંટ

હોસ્પિટલમાંથી રૂપિયા 7.50 લાખની કિંમતના બે વેન્ટિલેટરની ચોરી થઇ

હોસ્પિટલમાંથી રૂપિયા 7.50 લાખની કિંમતના બે વેન્ટિલેટરની ચોરી થઇ હતી. આ વાતની ડૉ.કમલેશે હોસ્પિટલના જનરલ મેનેજર ઓપરેશન રાજીવ ત્યાગીને કરી હતી. ત્યારબાદ બનાવ અંગે હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હોસ્પિટલમાંથી વેન્ટિલેટરની ચોરી કરનારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details