- હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરાઇ
- વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ગૃપદ્વારા સેવા સંકલ્પ અભિયાન હેઠણ અભિયાન
- વ્રજરાજ કુમારજીની પ્રેરણાથી કરાયો શુભારંભ
- 250થી વધુ દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
વડોદરા : શહેરમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં દર્દીઓની સંખ્યામાં તેજ ગતિએ વધારો નોંધાતા હોસ્પિટલ સહિત હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓમાં વધારો નોંધાતા દર્દીઓ સ્વજનો માટે નિઃશુલ્ક ટિફિન સેવાની શરૂઆત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ( Vallabh Youth Organization ) દ્વારા સેવા સંકલ્પ અભિયાન હેઠળ શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરના કોરોના સંક્રમિત હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓને આ સેવાનો મહત્તમ લાભ લેવા જણાવાયું છે.
જમવાનું બનાવી શકાય તેમ ન હોય તેવા પરિવારો માટે નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ
વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ મંદિરના સંકૂલમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન( Vallabh Youth Organization ) દ્વારા કોરોના સંક્રમિત હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ માટે તેમજ કોરોના સંક્રમણને કારણે જેમને ત્યાં જમવાનું બનાવી શકાય તેમ ન હોય તેવા પરિવારો માટે નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ વ્રજરાજકુમારજીની પ્રેરણાથી કરવામા આવ્યો છે.