વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક મહિલાને ગુનાખોર માનસ ધરાવતાં મિત્રની ચુંગાલમાંથી બચાવવા માટે વડોદરાની અભયમ ટીમ મહત્ત્વની ભૂમિકા નીભાવી હતી. ભાડાના મકાનમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે તેઓ એક યુવક સાથે મિત્રતા હતી. પરંતું હવે તેઓ સંબંધ આગળ વધારવા માંગતા નથી. પરંતુ યુવક વારંવાર ધમકી (Vadodara youth threatened to woman ) આપી તેઓની અંગત તસવીરો વાયરલ કરવાની ( Threat of making personal Photos to viral ) ધમકી આપતો હતો.
અભયમનો સહારો લેતાં મામલો ઉકેલાયો મહિલાએ મહિલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી અભયમ ટીમની મદદ લીધી હતી. અભયમ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોચી યુવક પાસેના ફોટો ડિલીટ કરાવી ખાત્રી મેળવી હતી કે હવે પછી તેઓને કોઇ હેરાનગતિ નહી કરે. સાથે મહિલાના પતિ સાથે પણ અસરકારક કાઉન્સિલગ કરી પત્નીની ભુલ માફ કરવા જણાવતા પતિએ પત્ની ને માફી આપતા એક તૂટતું લગ્નજીવન બચી ગયું હતું.
યુવકનો ઇરાદો પારખી મિત્રતાની ના પાડી સુખી લગ્નજીવન દરમિયાન એક બાળકની માતા સામેના મકાનમાં રહેતા યુવક સાથે મિત્રતાથી જોડાયા હતાં. બાદમાં યુવકનો શારીરિક સબંધનો ઈરાદો જાણતા મહિલાએ મિત્રતા બંધ કરવાની વાત કરી હતી. જો કે મિત્રતા દરમ્યાન પાડેલ ફોટો મેસેજ વાયરલ કરી યુવક વારંવાર હેરાન કરી (Vadodara youth threatened to woman ) સંબંધ રાખવા દબાણ કરતો અને ધમકી ( Threat of making personal Photos to viral ) આપતો હતો. આ બાબતની જાણ મહિલાના પતિને થઇ જતાં તેઓ એ પણ પત્નીને છૂટાછેડા આપવાનું જણાવતા મુશ્કેલીમાં મુકાયેલ મહિલાએ આખરી ઉપાય તરીકે 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી.
પતિએ પત્નીની ભૂલ માફ કરીઅભયમ ટીમે મહિલાને સમજાવતાં કહ્યું હતું કે એક બાળકની માતા હોવા છતાંય અન્ય યુવક સાથે સંબંધ રાખેલ જેનું પરિણામ તમારે ભોગવવું પડે. પરતુ મહિલાએ પોતાની ભૂલ કબૂલી કોઈ પણ હિસાબે લગ્નજીવન બચાવી લેવા વિનતી કરતાં અભયમ દ્વારા પતિને પત્નીની એક ભૂલ માફ કરવાં સમજાવ્યા હતાં. પત્નીને પોતાની ભૂલ સમજતાં માફી માગી અને હવે પછી કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નહી રાખવાની ખાત્રી આપતા પતિએ પત્નીને સુધારવાની એક તક આપી હતી.
ફોટો, મેસેજ વાયરલ કરનાર યુવકને અભયમે પાઠ ભણાવ્યો અભયમ ટીમે મહિલા સાથે સંબંધ રાખનાર યુવકને હેરાન કરવા અને ફોટો મેસેજ વાયરલ કરવાં કાનૂની અપરાધ (Vadodara youth threatened to woman ) બને છે તેમ જણાવતા તેણે પણ પોતાની ભૂલ કબૂલી હતી. યુવકના મોબાઈલમાંથી વાધાજનક ફોટા, મેસેજ ડિલીટ કરાવ્યા હતાં. યુવક દ્વારા હવે કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહી કરવામાં આવે ( Vadodara Crime News ) એવી ખાત્રી આપતા અને પતિપત્ની પણ આગળ કોઈ કાયૅવાહી કરવા માગતા ના હોઈ યુવક પાસે બાંહેધરી મેળવી સમાધાન કરાવવામાં આવ્યું હતું. આ રીતે અભયમ ટીમ સકારાત્મક અભિગમ દાખવી કેટલાય લગ્ન જીવન બરબાદ થતા બચાવ્યાં છે.