વડોદરા હાલ ગણપતિ બપ્પાના દિવસો ચાલી રહ્યા છે. જેને લઈને શ્રીજીના દર્શન માટે પંડાલોમાં ભારે ભીડ ઉમટતી જોવા મળી રહી છે. ત્યારે આવી ભીડનો લાભ લઈ ચોરી તેમજ છેડતી કરનારા લોકો સક્રિય થઈ જતા હોય છે. આવા લોકો ભીડનો લાભ લઈ યુવતીઓની છેડતી કરતા અથવા ખીસા કાતરતા હોવાના કિસ્સા કેટલીક વખત સામે આવતા હોય છે. ત્યારે વડોદરામાં યુવક દ્વારા મહિલાની છેડતીનો બનાવ સામે આવ્યો હતો.. જેમાં વડોદરામાં આવેલી ( Ganpati pandal Akota ) પૌવાવાળી ગલીમાં શ્રીજીના દર્શનની સમયે અંધારપટ થતા યુવતીની છેડતી ( Vadodara Youth molested Woman ) કરતો નજરે ચડ્યો હતો.
અંધારાનો લાભ લઈ યુવતીને અડપલા કરી રહ્યો હતો વડોદરા શહેરના અકોટા ગામ ખાતે રહેતી 27 વર્ષીય યુવતી શહેરમાં બિરાજમાન શ્રીજીના દર્શન અર્થે નીકળી હતી. ત્યારે રાત્રે 12 વાગ્યાના સુમારે પૌવાવાળી ગલીના ( Ganpati pandal Akota ) શ્રીજીના દર્શનાર્થે યુવતી અને તેનો પતિ પહોંચ્યા હતા. પંડાલમાં રામાયણના પ્રસંગનો શો ચાલતો હતો. જેથી પંડાલમાં અંધારપટ કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમયે એક યુવાન અંધારાનો લાભ લઈ યુવતીને અડપલા કરી ( Vadodara Youth molested Woman ) રહ્યો હતો. તે સમયે એકાએક પંડાલમાં લાઈટ ચાલુ થઈ જતા યુવાન પત્નીની છેડછાડ કરતો નજરે ચડ્યો હતો. જેથી યુવતીના પતિએ આ લપંટ વિરુદ્વ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.